ન્યુઝીલેન્ડમાં સપ્તાહના અંતે 13 ઉંદરો પકડાયા બાદ ડુનેડિન સુપરમાર્કેટને બંધ કરવામાં આવ્યું છે.

આ સુપરમાર્કેટમાં ઉંદરો મળી આવવાની ઘટના બાદ તંત્ર કડક બન્યું છે અને જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી બંધ રાખવા આદેશ કર્યો છે.
મહત્વનું છે કે સપ્તાહના અંતે ડ્યુનેડિન સ્ટોરમાં 13 ઉંદરો પકડાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ન્યુઝીલેન્ડ ફૂડ સેફ્ટીના ડેપ્યુટી ડાયરેક્ટર-જનરલ વિન્સેન્ટ અર્બકલે જણાવ્યું હતું કે“ખાદ્ય સલામતી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે, તેથી અમે આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખીશું અને જો જરૂર પડશે તો આગળ વધુ કડક પગલાં લઈશું.

સ્ટોરની અંદર 13 ઉંદરો પકડાયા બાદ હવે ફક્ત પ્રાથમિક ઉદ્યોગ મંત્રાલય (MPI) ન્યુઝીલેન્ડ ફૂડ સેફ્ટી (NZFS) ની મંજૂરીથી જ ફરીથી ખોલવામાં આવશે.

ડેપ્યુટી ડાયરેક્ટર-જનરલ વિન્સેન્ટ અર્બકલે જણાવ્યું હતું કે NZFS એ ભલામણ કરી છે કે Woolworths સ્ટોર ફરીથી ન ખોલે.

NZFS અને વૂલવર્થના ચેકિંગ બાદ સ્ટોર ફરીથી ત્યારેજ ખોલવામાં આવશે કે જ્યારે જંતુ-નિયંત્રણના પગલાં લેવામાં આવ્યા હોય.

જ્યાં સુધી NZ ફૂડ સેફ્ટી ફરીથી ખોલવાની મંજૂરી ન આપે ત્યાં સુધી સાઉથ ડ્યુનેડિન સ્ટોર બંધ રહેશે.

જ્યારે વૂલવર્થ્સ ન્યૂઝીલેન્ડના સ્ટોર્સના ડિરેક્ટર જેસન સ્ટોકિલે જણાવ્યું હતું કે રેન્ટોકિલ દ્વારા ઉંદરોની કોઈપણ નવી પ્રવૃત્તિને ટ્રૅક કરવા માટે વધારાના ટ્રેપ્સ અને કેમેરા ગોઠવવામાં આવ્યા છે.
સ્ટોકિલે કહ્યું હતું કે જીવો દ્વારા ઉપયોગમાં લેવાતી તમામ એન્ટ્રી સાઇટ્સને ઓળખવામાં આવી હતી અને સીલ કરવામાં આવી છે.

સુપરમાર્કેટ ઉંદરોના મુદ્દાને ઉકેલવા માટે NZ ફૂડ સેફ્ટી, રેન્ટોકિલ અને ડ્યુનેડિન સિટી કાઉન્સિલ સાથે કામ કરી રહી છે.