સમગ્ર વિશ્વમાં નાતાલ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ અવસરે બ્રહ્માંડમાં ક્રિસમસ ટ્રી દેખાયું છે,આ દ્રશ્ય જોઈ વિશ્વભરના લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે અને લોકો આ તસ્વીર વાયરલ કરી રહયા છે.

નાસાએ અવકાશમાંથી ક્રિસમસ ટ્રીની તસવીર જાહેર કરી છે.
આ ‘NGC 2264’ અથવા ‘T ક્લસ્ટર’ છે, જે પૃથ્વીથી 2500 પ્રકાશવર્ષ દૂર છે.
તે તસ્વીર ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરીમાંથી લેવામાં આવી છે.

બ્રહ્માંડ અનેક રહસ્યોથી ભરેલું છે. ઇસરો, નાસા સહિત દેશ દુનિયાના વૈજ્ઞાનિકો બ્રહ્માંડના ગૂઢ રહસ્યો ઉકેલવા મથી રહ્યા છે. આપણા સૂર્ય કરતાં પણ અનેક ગણા મોટા તારાઓથી બ્રહ્માંડ ભરેલું છે. તારાઓ અને એમના વાયુમંડળને લીધે બ્રહ્માંડ અનેક રંગોથી સભર છે. તાજ્તરમાં આવો જ એક સુંદર નજારો જોવા મળ્યો છે. બ્રહ્માંડમાં ક્રિસમસ ટ્રી દેખાયું છે.
નેબ્યુલાનો આવો અદ્ભૂત નજારો નાસાએ તસવીરમાં કેદ કર્યો છે.
નાસા દ્વારા લેવાયેલી આ તસવીર હાલમાં નાતાલ ઉપર ભારે વાયરલ થઈ છે. 
અમેરિકન વૈજ્ઞાનિક સંસ્થા નાસાએ તાજેતરમાં અવકાશી ક્રિસમસ ટ્રીની અદભૂત તસવીર જાહેર કરી છે.

આ ઇમેજ NGC 2264 બતાવે છે,
જે ક્રિસમસ ટ્રી જેવો આકાર દેખાય છે, જે વાદળી અને સફેદ આભૂષણો અને લીલી પાઈન સોયથી સંપૂર્ણ છે. ક્લસ્ટરને “ક્રિસમસ ટ્રી ક્લસ્ટર” તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે પૃથ્વીથી લગભગ 2,500 પ્રકાશ-વર્ષ દૂર સ્થિત છે.
વાદળી અને સફેદ તારાઓ એક્સ-રે ઉત્સર્જન કરી રહ્યા છે જે નાસાની ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરી દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા.
પૃષ્ઠભૂમિમાં લીલો વાયુ એ નિહારિકા છે જે ક્લસ્ટરની આસપાસ છે, અને તે નેશનલ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ કિટ પીક પર WIYN 0.9-મીટર ટેલિસ્કોપ દ્વારા સંપૂર્ણ અવલોકન કરવામાં આવ્યું હતું. ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડમાં સફેદ તારાઓ ટુ માઈક્રોન ઓલ સ્કાય સર્વેના છે, જેણે સમગ્ર આકાશને મેપ કરવા માટે ઇન્ફ્રારેડ લાઇટનો ઉપયોગ કર્યો હતો.

વિગતો મુજબ નાતાલ અને થર્ટી ફર્સ્ટ તહેવારની હાલ બજારોમાં રોનક જોવા મળી રહી છે.
આ અવસરે સ્પેસ એજન્સી નાસા (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન) એ અવકાશમાંથી ક્રિસમસ ટ્રીની તસવીર જાહેર કરી છે. આ ‘NGC 2264’ની તસવીર છે, જે પૃથ્વીથી 2500 પ્રકાશ વર્ષ દૂર છે. આ ગેસ અને તારાઓનો સમૂહ છે, જે બિલકુલ ક્રિસમસ ટ્રી જેવો દેખાય છે. તેને ‘ટી ક્લસ્ટર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.