ડેરી એન્ડ બિઝનેસ ઓનર્સ ગ્રૂપ દ્વારા રિટેલર્સ પરના હુમલાના આંકડા માંગવામાં આવ્યા હતા, વર્ષ 2020 કરતાં ત્રણ ઘણાં ગુનાઓ વર્ષ 2023માં નોંધાયા
ગુનાખોરીને (Crime) લઇ ન્યુઝીલેન્ડનું પરિદૃશ્ય હવે બદલાઇ ગયું છે. વર્ષ 2020માં રિટેલર્સ (Retailers) પર જેટલા હુમલા નોંધાયા હતા તેના કરતાં હવે તેમાં ત્રણ ગણો વધારો થયો છે. ન્યુઝીલેન્ડ પોલીસ (New Zealand Police) દ્વારા ડેરી એન્ડ રિટેલ બિઝનેસ ઓનર્સને અપાયેલા આંકડા લધુ ચોંકાવનારા છે. 2023 માં દરરોજ સરેરાશ 400 થી વધુ છૂટક ગુનાઓ નોંધાયા હતા, જ્યાં રોજના છ કર્મચારીઓએ પોલીસને ફરિયાદ કરી હતી કે તેઓ નોકરી પર હિંસક અથવા જાતીય હુમલો કરવામાં આવ્યા હતા.
સ્થિતિ એટલી હદે વણસી ગઇ છે કે રિટેલર્સ માંગણી કરી રહ્યા છે કે હવે સરકાર દ્વારા આવી ગુનાખોરી સામે કડક પગલાં લેવાનો સમય આવી ગયો છે. કારણ કે આ સ્થિતિ બદ્થી બદ્તર બની ગઇ છે. ડેરી અને બિઝનેસ ઓનર્સ ગ્રૂપ દ્વારા વિનંતી કરાયેલ પોલીસ ડેટા દર્શાવે છે કે 2023 માં, છૂટક સ્થળોએ 148,599 ગુના નોંધાયા હતા, જેને એવા સ્થાનો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે જ્યાં “પ્રાથમિક પ્રવૃત્તિ માલનું વેચાણ અથવા વ્યક્તિગત/ઘરગથ્થુ માટે ગ્રાહકોને સેવાઓની જોગવાઈ છે. જેમાં સ્થાનોમાં ડેરીઓ, બોટલ સ્ટોર્સ, ફાર્મસીઓ, સર્વિસ સ્ટેશનો, દુકાનો, સ્ટોર્સ, સુપરમાર્કેટ, સલુન્સ, રેસ્ટોરાં, કાફે, બાર, પબ અને શોપિંગ મોલ્સનો સમાવેશ થાય છે.
આ રહ્યા આંકડા :
- દર મહિને 12,383 છૂટક ગુના નોંધાયા છ
- 2850 પ્રતિ સપ્તાહ
- એક કલાકમાં 17 ગુના
- 407 એક દિવસ
માત્ર આટલું જ નહીં, પોલીસે છૂટક કામદારો પર હુમલાના 2373 અહેવાલો પણ નોંધ્યા છે. તેમાંથી, 1980 પોલીસ દ્વારા “ઇજા પહોંચાડવાના હેતુથી કૃત્યો” તરીકે અને 393ને “જાતીય હુમલો અને સંબંધિત ગુનાઓ” તરીકે કોડ કરવામાં આવ્યા હતા. 2023માં પ્રત્યેક મહિને ઓછામાં ઓછા 197 જેટલા પીડિતાનો આંકડો તૂટી ગયો હતો, જેમાં અઠવાડિયામાં 45 અને દિવસમાં 6 ગુનાઓ નોંધાયા છે.
વર્ષ 2020માં ગુનાખોરીમાં 20 ટકા વધારો થયો છે પરંતુ જો તેને પાછલા વર્ષની સાથે સરખામણી કરવામાં આવે તો તેમાં 121 ટકાનો ઉછાળો ગુનાખોરીમાં નોંધાયો છે.