ફ્રાંસમાં અટકાવવામાં આવેલા મુસાફરો ભરેલું પ્લેન મુંબઈ આવી પહોંચ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે અને અત્યારસુધીમાં તપાસ દરમિયાન ગેરકાયદે વિદેશ જવાના કૌભાંડમાં 21 ગુજરાતીઓના નામો સામે આવ્યા છે અને તેઓના પરિવારના નિવેદન પણ લેવાઈ રહયા છે સમગ્ર તપાસ CID ક્રાઇમ દ્વારા થઈ રહી છે,

આ તપાસમાં 4 DySP અને 16 પોલીસ અધિકારીની ટીમ જોડાઈ છે.
ગેરકાયદે અમેરિકા જતા લોકોમાં પાટણ, બનાસકાંઠાના હોવાની વાત સામે આવી છે.

અમેરિકામાં ગેરકાયદેસર જવા માટે મોટું વિઝા રેકેટ ચાલતું હોવાની વાત સામે આવી છે.
આ આખી એજન્ટોની માયાજાળ પોલીસ તપાસમાં સામે આવી છે. જેમાં નકલીમાર્કશીટ,સર્ટિફિકેટ,બેન્કની ખોટી એન્ટ્રી વગરે મામલો ખુલ્યો છે.
વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી લાખ્ખો રૂપિયા વસૂલી એજન્ટ આવા ગરજવાનોને વાયા દુબઈ થઈ વિદેશ મોકલતા હોવાનું તપાસમાં ખૂલ્યું છે.
દરમિયાન, વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં તપાસ દરમિયાન મળેલા ડોક્યુમેન્ટ પણ બોગસ નીકળ્યા છે. મળી રહેલી વિગતો મુજબ અહીં આઉટ સોર્સ ઇન્ડિયા નામની ઓફિસ ખોલી ગેરકાયદેસર વિઝા તૈયાર કરનારા દીપક પટેલ અને સ્નેહલ પટેલની ધરપકડ કરી તેઓની પૂછપરછ દરમિયાન તેઓ અમદાવાદના નીરવ મેહતા,અનિલ મિશ્રા અને દિલ્હીના અમરેન્દ્ર પૂરી પાસેથી બનાવટી સર્ટિફિકેટ બનાવતા હોવાની વાત પણ ખુલી છે ત્યારે તપાસ દરમિયાન વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.