કેનેડા સરકારે પ્રવાસી વિદ્યાર્થીઓને લઈને મોટો નિર્ણય લીધો છે. કેનેડાએ સ્ટુડન્ટ વિઝા પર બે વર્ષની મર્યાદા જાહેર કરી છે. ટ્રુડો સરકારે વિઝા પરમિટ 35 ટકા ઘટાડવાનો નિર્ણય લીધો છે. તે જ સમયે, આ મર્યાદા સાથે 2024 માં પરમિટની સંખ્યા ઘટીને 364,000 થઈ જશે.
કેનેડા સરકારના આ નિર્ણયની ભારતીય વિદ્યાર્થીઓ પર મોટી અસર પડશે.
નોંધનીય છે કે, કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનો સૌથી મોટો સમૂહ છે, જેઓએ 2022માં 41 ટકાથી વધુ પરમિટ મેળવી છે.
વર્તમાન અંદાજ મુજબ, 2023 માં 3,00,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા ગયા છે, CBC ન્યૂઝે અહેવાલ આપ્યો છે.
હાલ,કેનેડામાં 3,40,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે.
દરમિયાન, કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે. કોવિડ-19 રોગચાળાને પગલે કેનેડાએ 2023માં રેકોર્ડ 5,79,075 અભ્યાસ વિઝા જારી કર્યા હતા.
પરિણામે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 2021 માં 6,17,250 થી વધીને ડિસેમ્બર 2023 સુધીમાં 10 લાખથી વધુ થઈ ગઈ.
જેના કારણે દેશમાં આવાસની સમસ્યા ઉભી થતાં સ્થાનિક સ્તરે સરકારની ટીકા થઈ રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેનેડાની સરકાર સ્ટડી વિઝામાં કાપ મૂકવાની યોજના બનાવી રહી છે.