સરદારધામમાં થયેલા કાર્યક્રમ બાદ જે રીતે ઘટનાઓ બની તેને જોતાં પાટીદાર જ ગુજરાતના નવા મુખ્યમંત્રી બને તે લગભગ નક્કી છે

ગુજરાતના રાજકારણમાં વધુ એક ભૂકંપ આવ્યો છે. ભાજપના નેતૃત્વ હેઠળની સરકારમાં મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ એકાએક રાજીનામું આપી દીધું છે. હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે અનેત તર્ક વિતર્ક પણ વહેતા થયા છે. અલબત્ત આજે સવારે સરદારધામમાં થયેલા કાર્યક્રમ બાદ જે રીતે ઘટનાઓ બની તેને જોતાં પાટીદાર જ ગુજરાતના નવા મુખ્યમંત્રી બને તે લગભગ નક્કી છે. વિશ્વાસપાત્ર વર્તુળોએ તો ત્યાં સુધી જણાવ્યું છે કે, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના આગામી મુખ્યમંત્રી બની શકે છે . આ ઉપરાંત પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયા અને પરસોત્તમ રૂપાલાના નામોની પણ ચર્ચા ચાલી રહ્યા છે, બીજી વાત કરીએ તો પાટીદાર સમાજ ભાજપથી ખુબ નારાજ ચાલીરહ્યો છે તેનો લાભ લેવા આમ આદમી પાર્ટી સક્રીય થઇ છે તેના માટે ભાજપના હાઇકમાન્ડ પટેલ ફેકટરનો કાર્ડ ખેલીને આમ આદમીના મનસૂબા પર પાણી ફેરવી દેવાનું રાજકીય ગણિત પણ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદમાં સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું હતું. પાટીદાર સમુદાયે વેપારક્ષેત્રે દેશને હંમેશાં નવી ઓળખ આપી છે. આ કાર્યક્રમ બાદ જ રૂપાણી સીધા રાજભવન ગયા અને રાજીનામું આપ્યું તે સ્પષ્ટ સંકેત આપે છે કે નવા મુખ્યમંત્રી પાટીદાર જ હોઈ શકે છે.ગુજરાતના પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળ્યો ત્યારથી સી આર પાટીલ આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 150 પ્લસ સીટ જીતાડવાના ટાર્ગેટની ચર્ચા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ સ્વપ્ન છે કે ગુજરાતમાં ભાજપ 150થી વધુ બેઠકો જીતે અને નવો વિક્રમ રચાય. આ સ્વપ્નને સાકાર કરવા ભાજપને આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજની સખત જરુર છે. પરંતુ હાલ પાટીદાર સમાજ ભાજપથી ઘણો નારાજ હોવાના સંકેતો છે,
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને્ ગૃહમંત્રી અમિત શાહના ખુબ નજીક છે મનસુખ માંડવિયા,તેમની આરોગ્ય પ્રધાન તરીકેની કામગીરી પણ ખુબ સારી છે તેથી હાઇકમાન્ડ તેમના પર પસંદગી ઉતારી શકે છે. ભાજપ સંગઠનમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાનું કદ સતત વધી રહ્યું છે અને તેને જોતાં પાટીદાર સમાજમાંથી રુપાલા અથવા ઝડફિયામાંથી કોઈ એકને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે તેવી પણ પ્રબળ શક્યતા છે