સૌથી વધુ OBC સમાજમાંથી મંત્રી, રાજકોટમાંથી બે અને જામનગરમાંથી એકને મંત્રી, સુરતના 4 ધારાસભ્યને મંત્રી

વિધાનસભા ચૂંટણી બાદ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નવા મંત્રીઓએ શપથ લઇ લીધા છે. નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળ્યો છે તો જાતીજગત સમીકરણનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં ફરીથી એકવાર મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે છે. નવી સરકારમાં આ વખતે સૌથી વધુ OBC સમાજમાંથી મંત્રી બનાવવામાં આવ્યા છે. આના પરથી ચોક્કસ કહી શકાય કે, ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં ક્ષેત્ર અને જાતિનું ખાસ ધ્યાન રખાયું છે.

ઝોનવાઇઝ જોઇએ કોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન મળ્યું ?
ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં રાજકોટમાંથી બે, જામનગરમાંથી એક ધારાસભ્યને સ્થાન અપાયું છે. જ્યારે સુરત જિલ્લાના 4 ધારાસભ્યોને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં સ્થાન અપાયું છે. અરવલ્લી, વલસાડમાંથી એક-એક ધારાસભ્યને મંત્રી બનાવાયા તો પાટણ, મહેસાણા, મહિસાગર, દાહોદ, અમદાવાદના 1-1 ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.  સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આ શપથવિધિ સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી પરિષદના મંત્રીશ્રીઓ, શ્રી અમિતભાઈ શાહ, શ્રી રાજનાથસિંહ, શ્રી સર્બાનંદ સોનોવાલ, શ્રી પુષ્પતી કુમાર પારસ, શ્રી મનસુખ માંડવીયા, શ્રી ભૂપેન્દ્ર યાદવ, શ્રી પુરુષોત્તમ રૂપાલા, શ્રી મહેન્દ્રનાથ પાંડે, શ્રી ફગ્ગન સિંહ કુલસ્તે, શ્રીમતી દર્શનાબહેન જરદોશ, શ્રી દેવુસિંહ ચૌહાણ, ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, શ્રી રામદાસ આઠવલે, શ્રીમતી અનુપ્રિયા પટેલ વગેરેની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ ઉત્તરપ્રદેશના શ્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના શ્રી શિવરાજસિંહ ચૌહાણ, અરુણાચલ પ્રદેશના શ્રી પ્રેમા ખાંડૂ, ઉત્તરાખંડના શ્રી પુષ્કરસિંહ ધામી, હરિયાણાના શ્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના શ્રી પ્રમોદ સાવંત, કર્ણાટકના શ્રી બસવરાજ બોમ્મઈ, ત્રિપુરાના શ્રી માણિક સહા, મણિપુરના શ્રી એન. બિરેન સિંહ અને આસામના મુખ્યમંત્રીશ્રી ડો. હિંમતા બિસ્વા શર્મા આ શપથવિધિ સમારોહના સાક્ષી બન્યા હતા.
એન.ડી.એ સમર્થિત પક્ષોની રાજ્ય સરકારોના મુખ્યમંત્રીશ્રીઓમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાદ શિંદે સહિતના મુખ્યમંત્રીશ્રીઓ આ અવસરે સહભાગી થયા હતા.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રીશ્રી કેશવ પ્રસાદ મૌર્ય, ત્રિપુરાના નાયબ મુખ્યમંત્રીશ્રી જિષ્ણુ દેવ વર્મા, નાગાલેન્ડના નાયબ મુખ્યમંત્રીશ્રી યાનથુંગો પૈટન, અરુણાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રીશ્રી ચોવના મેન અને હરિયાણાના નાયબ મુખ્યમંત્રીશ્રી દુષ્યંત ચૌટાલા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટિલ, ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલ, પૂર્વ મંત્રીશ્રી વજુભાઈ વાળા, પૂર્વ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર. સી. ફળદુ અને અગ્રણી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આજના શપથવિધિ સમારોહમાં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીશ્રી બી.એસ. યેદિયુરપ્પા ઉપરાંત ભાજપ શાષિત અન્ય રાજ્યોના મંત્રીશ્રીઓમાં આસામના શ્રી કેશવ મહંત, કર્ણાટકના શ્રી બી.સી. નગેશ, શ્રી બયારતી બસવરાજની પણ ઉપસ્થિતિ રહી હતી.