કોંગ્રેસને 30-40 બેઠકો મળવાનું અનુમાન, ભાજપને 24-34 સીટો મળે તેવી એંધાણ, 12 નવેમ્બરે 68 બેઠકો માટે થઈ હતી ચૂંટણી
હિમાચલ પ્રદેશમાં હંમેશા પ્રજામાં સરકાર દર ચૂંટણીમાં બદલવાની તાસીર
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના સત્તાવાર પરિણામ પહેલા એક્ઝિટ પોલ જાહેર થયો છે જેમાં કોંગ્રેસને બહુમતી મળવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. જોકે કાંટે કી ટક્કર અને પ્રદેશની દરેક ચૂંટણીમાં સરકાર બદલવાની તાસીરને પગલે કોંગ્રેસ ફરીથી સત્તામાં આવે તેવી પણ શક્યતા ક્યાંક એક્ઝિટ પોલમાં જોવા મળી રહી છે. ઇન્ડિયા ટૂડે-એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે હિમાચલ પ્રદેશમાં 68 સીટોમાંથી બીજેપીને 23-34 સીટો, કોંગ્રેસને 30-40, આપને 00 અને અન્યને 4 થી 8 સીટો મળવાનો અંદાજ છે.
હિમાચલ પ્રદેશમાં ભાજપાની સરકાર છે. ગત વખતના પરિણામ પર નજર કરવામાં આવે તો હિમાચલ પ્રદેશમાં બીજેપીને 68માંથી 44 સીટો પર જીત મેળવી હતી. કોંગ્રેસને 21 સીટો મળી હતી. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી મુકાબલો ત્રિકોણિયો થયો છે.
ટીવી-9નો એક્ઝિટ પોલ
ટીવી-9ના એક્ઝિટ પોલ પ્રમાણે બીજેપીને 33 સીટો મળવાનો અંદાજ છે. કોંગ્રેસને 31 સીટો અને અન્યને 4 સીટો મળવાનો અંદાજ છે. આમ આદમી પાર્ટી ખાતું પણ ખોલાવી શકશે નહીં.
એબીપી – સી વોટર એક્ઝિટ પોલ
એબીપી – સી વોટર એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે બીજેપીને 33-41 સીટો મળવાનો અંદાજ છે. કોંગ્રસને 24-32, અન્યને 0-4 સીટ મળવાનો અંદાજ છે. આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખુલશે નહીં.
જન કી બાતનો એક્ઝિટ પોલ
જન કી બાત ના એક્ઝિટ પોલના મતે હિમાચલ પ્રદેશમાં બીજેપીને 32થી 40 સીટો મળવાનો અંદાજ છે. કોંગ્રેસને 27-34, અન્યને 1-2 સીટ મળવાનો અંદાજ છે.આમ આદમી પાર્ટીને એકપણ સીટ મળશે નહીં.
Republic PMARQ નો એક્ઝિટ પોલ
P-MARQના એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે બીજેપીને 68માંથી 34-39 સીટો મળવાનો અંદાજ છે. કોંગ્રસને28-33 અને આમ આદમી પાર્ટીને 00-01 સીટ મળવાનો અંદાજ છે.
ETG-TNNનો એક્ઝિટ પોલ
ETG-TNNના એક્ઝિટ પોલ પ્રમાણે બીજેપીને 38 સીટો મળશે. જ્યારે કોંગ્રસને 28 અને અન્યને 2 સીટો મળશે. આમ આદમી પાર્ટીને એકપણ સીટ મળશે નહીં.
ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્યા
ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્યાના એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે હિમાચલમાં બીજેપી અને કોંગ્રેસ બન્નેને 33-33 સીટો મળવાનો અંદાજ છે. અન્યને 2 સીટો મળશે. આમ આદમી પાર્ટી ખાતું ખોલાવી શકશે નહીં.