તાલિબાન (Taliban) નો ઉદય ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ મોટી ચિંતાનો વિષય છે. ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) એ આ વાત ઓસ્ટ્રેલિયાના રક્ષા મંત્રી પીટર ડટન (Peter Dutton) ને કહી હતી

નવી દિલ્હીમાં રાજનાથ સિંહ અને પીટર ડટન વચ્ચે યોજાયેલી બેઠકની તસવીર.

તાલિબાન (Taliban) નો ઉદય ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ મોટી ચિંતાનો વિષય છે. ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) એ આ વાત ઓસ્ટ્રેલિયાના રક્ષા મંત્રી પીટર ડટન (Peter Dutton) ને કહી હતી. હકીકતમાં, તાલિબાનની મદદથી અફઘાનિસ્તાનમાં બેઝ બનાવી અન્ય ઘણા આતંકવાદી સંગઠનો આ ક્ષેત્રમાં શાંતિ માટે ખતરો બની શકે છે.
રક્ષા મંત્રીએ તાલિબાન પર કહી આ વાત
રક્ષા મંત્રી રાજનાથ સિંહે એમ પણ કહ્યું હતું કે, અફઘાન ક્ષેત્રનો ઉપયોગ કોઈ અન્ય દેશ પર હુમલો કરવા કે ધમકી આપવા માટે થવો જોઈએ નહીં. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે અફઘાનિસ્તાન પર યુએન સિક્યોરિટી કાઉન્સિલ રિઝોલ્યૂશન 2593 ને લાગુ કરે.
વધી શકે છે 9/11 જેવા હુમલા
આ વચ્ચે બ્રિટનની ગુપ્તચર એજન્સી MI-5 ના પ્રમુખ કેન મેક્કલમે કહ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ફરી 9/11 જેવો હુમલો થઈ શકે છે. અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો આતંકવાદીઓનું મનોબળ વધારશે અને તેનો અર્થ એ કે 9/11 જેવા આતંકવાદી હુમલાનો ભય રહે છે.