રવિન્દ્ર જાડેજાના પિતાની કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અપીલ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. જામનગર
રિવા બા જાડેજાને ભલે પતિન રવિન્દ્ર જાડેજાનો સાથ મળી રહ્યો હોય પરંતુ ઘરમાં નણંદ બાદ હવે સસરાનો સાથ ચૂંટણીમાં મળી રહ્યો નથી. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયના બા જાડેજા કોંગ્રેસમાં જોડાયેલા છે અને હવે સસરા અનિરુદ્ધસિંહ જાડેજા પુત્રવધુના બદલે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અપીલ કરતા નજરે પડી રહ્યાં છે. આ અંગેનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં અનિરુદ્ધ સિંહ જાડેજા કોંગ્રેસના ઉમેદવાર બીપેન્દ્રસિંહ જાડેજાને મત આપવા અપીલ કરી રહ્યા છે.
જામનગર ઉત્તરની સીટ પરથી ભાજપના રિવાબા જાડેજા, કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીના કરશનભાઈ કરમૂર વચ્ચે જંગ છે અને પ્રચાર પડઘમ શાંત પણ થઇ ચૂક્યા છે જોકે છેલ્લી ઘડીના પ્રચારમાં હવે રિવા બા અને રવિન્દ્ર જાડેજાને વડીલ સમાન પિતાનો પણ સાથ ન મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. એક તરફ રવીન્દ્ર જાડેજા પણ પોતાની પત્નીને જીતાડવા માટે મેદાનમાં ઉતર્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ રવિન્દ્ર જાડેજા પોતાની પત્ની માટે મત માંગતા નજરે પડી રહ્યાં છે. બીજી તરફ તેમના જ પરિવારના સભ્યો ચૂંટણીમાં તેમની સામે ઉભેલાં જોવા મળી રહ્યાં છે. રિવાબાના નણંદ એટલેકે, રવિન્દ્ર જાડેજા મોટા બહેન નયના બા પોતે કોંગ્રેસના નેતા છે અને તેઓ પણ પોતાની ભાભીને હરાવવા મતદારોને હાંકલ કરી રહ્યાં છે. આમ આ બેઠક ઉપર નણંદ અને ભાભી સામ-સામે પ્રચાર કરી રહ્યાં હોવાથી આ બેઠક હાઈપ્રોફાઈલ બની છે.