વલસાડના ગુજરાત હાઉસિંગમાં છેલ્લા ચાલીસ વર્ષથી ગણેશ ઉત્સવનું થાય છે આયોજન ત્યારે કોરોના ગાઈડ લાઈનના ચુસ્તપણે પાલન સાથે ગણપતિનું કરવામાં આવ્યું સ્વાગત
વલસાડ જિલ્લા ગણેશ ઉત્સવ માટે 600થી વધુ પંડાળને મંજૂરી, સૌથી વધુ વાપીમાં 210 અને વલસાડ શહેર-તાલુકામાં 200 જેટલા સાર્વજનિક સ્થળે ગણેશ મંડળોને પોલીસે મંજૂરી આપી
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.વલસાડ
વલસાડ જિલ્લામાં ગણેશ સ્થાપન માટે ભક્તોમાં ભારે થનગનાટ શરૂ થયો છે.ગણેશ ચતુર્થીથી સ્થાપન માટે ભક્તોએ ગણેશ મંડપોનાં બાધકામની તૈયારી પુરજોશમાં શરૂ કરી દીધી છે.જિલ્લાના તમામ પોલીસ મથકોએ ગણેશોત્સવ અને વિસર્જનની પરવાનગી માટે અરજીઓ આપવાની કાર્યવાહી શરૂ થઇ છે.
વાપીમાં 210, વલસાડ શહેર અને તાલુકામાં 200 સહિત પારડી, ઉમરગામ, ધરમપુર, કપરાડા તાલુકામાં 600થી વધુ સાર્વજનિક ગણેશત્સવની મંજૂરી પોલીસે આપી છે. ગુરૂવારે પણ આ મંજૂરીની પ્રક્રિયા ચાલુ રહેવાથી હજુ પણ જાહેર સ્થળોએ શ્રીજીની સ્થાપનાની જગ્યા વધશે. શુક્રવારે ડીજેના તાલ સાથે ગણેશભક્તો ગણેશ સ્થાપના કરશે. જેની સાથે સમગ્ર જિલ્લામાં ગણેશમય વાતારણ બનશે. ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જિલ્લામાં ગણેશ મૂર્તિની સાર્વજનિક ઉત્સવો માટે મહત્તમ 4 ફુટની મૂર્તિ અને ઘરમાં સ્થાપન માટે મહત્તમ 2 ફુટની મૂર્તિ માટે મંજૂરી આપી હતી.આ સાથે વિસર્જન માટે મહત્તમ 15 વ્યક્તિની મર્યાદા જાહેર કરી હતી.આગામી ગણેશોત્સવને ધ્યાને લઇ પોલીસ વિભાગ દ્વારા શહેરના આયોજકો સાથે બેઠક યોજી શરતોના પાલન સાથે ગણેશ સ્થાપના અને વિસર્જનની પરવાનગી માટે પોલીસ મથકોએથી ફોર્મ મેળવી રજૂ કરવાના રહેશે તેવો આદેશ કરાયો હતો.
તમામ મંડળોના આયોજકોને કોવિડ-19ની શરતો અને ગાઇડલાઇનની પત્રિકા રૂબરૂ આપી હતી.જેમાં કૃત્રિમ કુંડમાં જ વિસર્જન કરવા,કોઇ હિંસક હથિયારો,લાઠી,કેફી પદાર્થો, જેવી શારીરિક હિંસા માટે ઉપયોગ થઇ શકે તેવી કોઇપણ ચીજવસ્તુઓ નહિ હોવી જોઇએ,પાર્કિંગની વ્યવસ્થા મંડળોએ કરવાની રહેશે,ઘાર્મિક લાગણી દુભાય તેવા સૂત્રોચ્ચારો નહિ કરવા,સુલેહશાંતિનો ભંગ ન થાય તેવી અનેક શરતોનું ચૂસ્તપાલન કરવા જણાવાયું છે. વાપીમાં 210, વલસાડમાં 200, ધરમપુરમાં 6, ભીલાડમાં 50, ઉમરગામમાં 50, પારડીમાં 40 અને કપરાડામાં 28 સહિત અત્યાર સુધીમાં કુલ 600થી વધુ સ્થળે સ્થાપનાને મંજૂરી મળી છે.
રાજ્ય સરકારે ડીજેની મંજૂરી આપતા વલસાડમાં ફટાકડા ફુટ્યાં
રાજ્ય સરકારે ગણેશોત્સવને ધ્યાને લઇ ભક્તોની માગને ધ્યાને લઇ ડીજે વગાડવાની મંજૂરી આપતી જાહેરાત બુધવારે કરતાં વલસાડના ડીજે સંચાલકો,ગણેશ ભક્તો અને આયોજકોમાં આનંદની લહેર પ્રસરી ગઇ હતી.જેને લઇ વલસાડ આઝાદચોક ઉપર ગણેશ મંડળોના આયોજકો ડીજે સંચાલકોઓ ફટાકડાની ધણધણાટી બોલાવી ખુશી મનાવી હતી.
ત્યારે ગત રોજ વલસાડ ના ગુજરાત હાઉસીંગ બોર્ડ માં શ્રી બજરંગ યુવક મંડળના કાર્યકર્તાઓ દ્વારા ગણપતિ બાપા નું આગમન નાશિક ઢોલ નગારા સાથે કરવામાં આવ્યું