ફાઇનલમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું, બેન સ્ટોક્સનું ઓલરાઉન્ડ દેખાવ, મેન ઓફ ધ મેચ સેમ કરનની ફાઇનલમાં 3 વિકેટ

પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, ટી20 વિશ્વકપ ફાઇનલ, ઇંગ્લેન્ડ ચેમ્પિયન, Pakistan, England, T20 World Cup, Melbourne,
પાકિસ્તાને આપેલા 138 રનના ટાર્ગેટને ઇંગ્લેન્ડે 19 ઓવરમાં 5 વિકેટે જ ચેઝ કર્યો

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ઇંગ્લેન્ડે T20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ કબજે કર્યું હતું. બેન સ્ટોક્સના તોફાની પ્રદર્શનના આધારે ઈંગ્લેન્ડે મેલબોર્નમાં રમાયેલી મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનને 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડે 5 વિકેટના નુકસાને મેચ જીતી લીધી હતી. ઈંગ્લેન્ડે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ કબજે કર્યો છે. સેમ કુરન અને આદિલ રાશિદે ટીમ માટે ખતરનાક બોલિંગ કરી હતી.

ઇંગ્લેન્ડે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ કબજે કર્યો છે. અગાઉ 2010માં તેણે ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટ જીતી હતી. આ પછી ટીમ વર્ષ 2016માં પણ ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ તે પછી તેને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા હાર મળી હતી.

સ્ટોક્સનું મેચ વિનિંગ પ્રદર્શન
પાકિસ્તાને આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 19 ઓવરમાં 5 વિકેટના નુકસાને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ટીમ માટે બેન સ્ટોક્સે જોરદાર ઇનિંગ રમી હતી. તેણે 49 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા. સ્ટોક્સની ઇનિંગમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. મોઈન અલીએ 19 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 13 બોલમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા.

ફાઇનલમાં પાકિસ્તાની બેટ્સમેનો પાણીમાં બેઠા
અગાઉ ઇંગ્લેન્ડની સામે પાકિસ્તાનનો ધબડકો જોવા મળ્યો હતો. પાકિસ્તાને નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 137 રન કર્યા હતા. પાકિસ્તાની ઇનિંગને ધરાશાયી કરવામાં સૈમ કરનનો ફાળો રહ્યો છે. તેણે 4 ઓવરમાં માત્ર 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આદિલ રાશિદ અને ક્રિસ જોર્ડનને 2-2 વિકેટ, જ્યારે બેન સ્ટોક્સને 1 વિકેટ મળી હતી. પાકિસ્તાન તરફથી હાઈએસ્ટ રન સ્કોરર શાન મસૂદ રહ્યો હતો. તેણે 28 બોલમાં 28 રન બનાવ્યા હતા.જ્યારે કેપ્ટન બાબર આઝમે 28 બોલમાં 32 રન કર્યા હતા.