ટ્વિટર બ્લુ ટિક માટે 1,600 રૂપિયા આસપાસ ચાર્જ કરે તેવી શક્યતા વ્યક્ત કરાઇ હતી
ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે. હવે તેઓ તેનાથી કમાણી કરવાના નવા રસ્તાઓ શોધી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, એલોન મસ્ક ટ્વિટર પર બ્લુ ટિક માટે $19.99 અથવા 1,600 રૂપિયા ચાર્જ કરશે. પરંતુ હવે આ અંગે એક નવી માહિતી સામે આવી છે. મસ્ક પોતે આ માહિતી આપી છે.
ઈલોન મસ્કે કહ્યું છે કે ટ્વિટર પર બ્લુ ટિક માટે $8 (લગભગ 650 રૂપિયા)નો ખર્ચ થશે, 1,600 રૂપિયા નહીં. તેણે ટ્વીટ દ્વારા આનો જવાબ આપ્યો છે. લેખક સ્ટીફન કિંગે પોતાના ટ્વિટમાં કહ્યું કે બ્લુ ટિક માટે 1600 રૂપિયા? આ બકવાસ છે, પરંતુ તેઓએ મને ચૂકવણી કરવી જોઈએ.
આના જવાબમાં એલોન મસ્કે લખ્યું કે અમારે બિલ કોઈ રીતે ચૂકવવા પડશે! ટ્વિટર ફક્ત જાહેરાતકર્તાઓ પર આધાર રાખી શકતું નથી. 8 ડોલર વિશે શું કહેશો ? એટલે કે, કંપની બ્લુ ટિક માટે ચાર્જ લેવાની તૈયારી કરી રહી છે. પરંતુ, કિંમત થોડી ઓછી હોઈ શકે છે. જો કે, આ અંગે વધુ વિગતો માટે હવે રાહ જોવી પડશે. અગાઉના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે કંપની બ્લુ ટિક ચાલુ રાખવા માટે ચાર્જ લેશે. આ માટે, બ્લુ ટિક ધારકને અગાઉથી ટ્વિટર બ્લુ સબસ્ક્રાઇબ કરવાનું રહેશે. આ માટે તેમને 90 દિવસનો સમય આપવામાં આવશે.
જો તે નિર્ધારિત સમયમર્યાદામાં ટ્વિટર બ્લુ સબસ્ક્રાઇબ નહીં કરે, તો તેના એકાઉન્ટમાંથી બ્લુ ટિક દૂર કરવામાં આવશે. ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શનની અપેક્ષિત કિંમત 1,600 રૂપિયા હોવાનું કહેવાય છે. જો કે, મસ્કના ટ્વીટથી સ્પષ્ટ થાય છે કે કંપની તેને અલગ રીતે પ્લાન કરી રહી છે.
એટલે કે, બ્લુ સબ્સ્ક્રિપ્શન માટે ચાર્જ લેવામાં આવશે, પરંતુ તેના માટે, વપરાશકર્તાએ 8 ડોલર સુધીનો ખર્ચ કરવો પડી શકે છે. મસ્કના આ ટ્વીટથી એ સ્પષ્ટ નથી થયું કે આ ચાર્જ ટ્વિટર બ્લુ માટે પણ છે કે નહીં. આ અંગે વધુ માહિતી આગામી સમયમાં બહાર આવી શકે છે. ભારતમાં તેનો સબસ્ક્રિપ્શન ચાર્જ યુએસ કરતા ઓછો હોઈ શકે છે. હમણાં માટે, આપણે આ માટે વધુ માહિતી બહાર આવે તેની રાહ જોવી પડશે.