મેલબોર્નમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. ક્યારેક સૂર્યપ્રકાશ તો ક્યારેક હળવા વાદળો વચ્ચે વરસાદ
ભારતીય ટીમ મેલબોર્નમાં T20 વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે રમશે. રવિવારે (23 ઓક્ટોબર)ના રોજ યોજાનારી આ મેચની ખેલાડીઓ તેમજ ક્રિકેટ ચાહકો રાહ જોઈ રહ્યા છે. ચાહકોને બંને ટીમો વચ્ચે ધમાકેદાર મેચની અપેક્ષા છે. જો કે, હાલ હવામાન પર મેચનો મદાર રાખવામાં આવી રહ્યો છે. મેલબોર્નમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. ક્યારેક સૂર્યપ્રકાશ તો ક્યારેક વાદળોની સાથે વરસાદ પડી રહ્યો છે. હવમાન વિભાગના અનુસાર સમયાંતરે પડી રહેલા વરસાદ બાદ પણ મેચ રમાશે.
શનિવારે રાત્રે મેલબોર્ન વાદળછાયું હતું, પરંતુ વરસાદ પડ્યો ન હતો. રવિવારે પણ આકાશમાં વાદળો છે. હજુ વરસાદ પડ્યો નથી. બંને દેશના ચાહકો માટે ખુશીની વાત છે. મેચ દરમિયાન વરસાદની શક્યતાઓ પણ ઓછી જોવા મળી રહી છે.
મેચ દરમિયાન હવામાનની આગાહી શું છે?
Weather.com અનુસાર, રવિવારે દિવસ દરમિયાન વરસાદની શક્યતા ઓછી છે. આ સમય દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે સાંજ પછી હવામાનમાં પલટો જોવા મળી શકે છે. ભલે ભારતમાં તમે આ મેચ બપોરે 1:30 વાગ્યાથી જોઈ શકશો, પરંતુ તે સમયે મેલબોર્નમાં સાંજે 7 વાગ્યા હશે. રાત્રે વરસાદની મહત્તમ 24 ટકા શક્યતા છે.
મેચ સમયે હવામાન કેવું રહેશે?
2% સાંજે 7:00 વાગ્યે
4% રાત્રે 8:00 વાગ્યે
4% રાત્રે 9:00 વાગ્યે
14% રાત્રે 10:00 વાગ્યે
24% રાત્રે 11:00 વાગ્યે
જો વરસાદને કારણે મેચ ધોવાઈ જાય તો?
ICCએ પ્રથમ રાઉન્ડ અને સુપર-12 માટે રિઝર્વ ડે રાખ્યો નથી. આવી સ્થિતિમાં, મેચ ધોવાઇ ગયા પછી બંને ટીમોને એક-એક પોઇન્ટ આપવામાં આવશે. જો થોડો સમય વરસાદ પડે તો ઓવરો ઘટાડી શકાય છે. ઓછામાં ઓછી પાંચ-પાંચ ઓવર રમી શકાય.
બે ટીમો નીચે મુજબ છે.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી.
પાકિસ્તાનઃ બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, હૈદર અલી, હરિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, શાન મસૂદ, ફખર જામ.