ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરની સાથે ઓસ્ટ્રેલિયાના હાઇ કમિશનર બેરી ઓ’ફેરલ સહિત વડોદરામાં વિશ્વના વિવિધ દેશોના ૬૦ જેટલા રાજદ્વારીઓએ ગરબા નિહાળ્યા
ગુજરાતના અને તેમાં ય ખાસ કરીને વડોદરાના ગરબા, સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. નવરાત્રી એટલે કે વિશ્વમાં સૌથી લાંબા મહોત્સવમાં સૌઇ કોઇ રંગે રંગાવા માગે છે ભલે તે ભારતીય હોય કે વિદેશી. નવરાત્રીના જગમગાટમાં સૌકોઇને તરબોળ થવું હોય છે. વડોદરાનું યુનાઇટેડ વે ગઇકાલે વિદેશના ભારત ખાતેના 60 જેટલા હાઇ કમિશનરનું સાક્ષી બન્યું.
ત્યારે ગઈકાલે વડોદરામાં વિશ્વના વિવિધ દેશોના ૬૦ જેટલા રાજદ્વારીઓ સાથે વિખ્યાત યુનાઈટેડ વે ઓફ બરોડા આયોજિત નવરાત્રી મહોત્સવ નિહાળ્યા હતા. જેમાં ઓસ્ટ્રેલિયાના રાજદ્વારી બેરી ઓ’ફેરેલ પોતાની અભિવ્યક્તિ ટ્વિટર પર છલકાવી હતી. નવરાત્રીમાં ગરબા રંગે રંગાતા તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે “મહામાતા દુર્ગાની વંદના માટેના ગુજરાતના ગરબા ઉત્સવને પહેલીવાર વડોદરામાં પ્રત્યક્ષ માણ્યો.” આ અદભુત અનુભવ કરાવવા માટે ડો.એસ.જયશંકર અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર.
ગરબા એટલે જોશ, ઉત્સાહનો આનંદ- બેરી ઓ’ફેરેલ
બેરી ઓ’ફેરેલે આનંદથી અભિભૂત થઈને વડોદરાના ગરબાને બિરદાવતી આનંદ ઉર્મિઓ વ્યક્ત કરી. તેમણે લખ્યું કે ગરબા ખેલૈયાઓ નો જોશ,ઉત્સાહ અને આનંદ ખરેખર લાજવાબ છે. યાદ રહે કે ગુજરાતના ગરબા નિહાળવા વિશ્વના દેશોના ૬૦ જેટલા રાજનયિકો ગરબા મેદાનમાં પધાર્યા હોય અને ભારતના વિદેશ મંત્રી તેમની સાથે જોડાયા હોય તેવી અદભુત ઘટના શનિવારે,નવરાત્રી મહોત્સવમાં પહેલીવાર ઘટી હતી. ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર હંમેશા ટ્વિટર પર એક્ટિવ રહે છે અને વારંવાર ભારતીય સંસ્કૃતિ વિશે પોતાના અનુભવો વ્યક્ત કરતા હોય છે. જ્યારે વડોદરા ખાતે તેમનું સ્વાગત કરાયું ત્યારે તેમણે આદિવાસી નૃત્યનો વીડિયો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો અને તેમણે તે અંગે પણ પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરી હતી.
આરોગ્યવનની મુલાકાતનું સંભારણું પણ વાગોળ્યું
ઓસ્ટ્રેલિયન હાઇકમિશનરે કેવડિયા ખાતે આવેલા આરોગ્યવનની મુલાકાત પણ લીધી હતી. ગુજરાતમાં આરોગ્યવનની ભવ્ય મુલાકાત – છોડ અને યોગ અને આયુર્વેદના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો કેટલો પ્રભાવશાળી માર્ગ છે – 🇮🇳 વારસાના બે અભિન્ન સ્તંભો- મનુષ્યની સુખાકારીમાં.