ભારતીય બોલરોની ઘાતક બોલિંગ સામે સાઉથ આફ્રિકા 106 રન જ નોંધાવી શક્યું, 107 રનના લક્ષ્યને ભારતે 16.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પાર પાડ્યો, રાહુલે 51 તથા સૂર્યકુમાર યાદવે અણનમ 50 રન નોંધાવ્યા
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ટીમ ઈન્ડિયાએ તિરુવનંતપુરમમાં રમાયેલી પ્રથમ T20માં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ રમત રમીને 20 ઓવરમાં 8 વિકેટે 106 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 16.4 ઓવરમાં આસાનીથી લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ભારત તરફથી સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા હતા. કેશવ મહારાજે સૌથી વધુ 41 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ અર્શદીપ સિંહે ત્રણ વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતે 16.4 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. સૂર્યકુમાર 33 બોલમાં 50 અને કેએલ રાહુલ 56 બોલમાં 51 રન બનાવીને અણનમ રહ્યા હતા. રાહુલે છગ્ગા સાથે મેચ પૂરી કરી હતી. 16મી ઓવરના પાંચમા બોલમાં તેણે તબરેઝ શમ્સીના બોલ પર સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આ જીત સાથે ભારતીય ટીમે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આગામી મેચ 2 ઓક્ટોબરે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.