સીઆર પાટિલના દાવા પ્રમાણે નવેમ્બરના ત્રીજા અને ચોથા સપ્તાહમાં મતદાન થઈ શકે છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાત પ્રવાસે ગાંધીનગર પહોંચ્યા
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો આવતા મહિને જાહેર થઈ શકે છે. સૂત્રોએ આ દાવો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. આ તરફ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે પણ એક સમારંભમાં પોતાનો વ્યક્તિગત દાવો પત્રકારોને જણાવ્યો હતો કે ગુજરાતમમાં વિધાનસભા ચૂંટણી 10થી 15 દિવસ વહેલી થઇ શકે છે.
સીઆર પાટિલના દાવા પ્રમાણે નવેમ્બરના ત્રીજા અને ચોથા સપ્તાહમાં મતદાન થઈ શકે છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાત પ્રવાસે ગાંધીનગર પહોંચ્યા છે. અને એ જ દિવસે ચૂંટણીની તારીખોની શક્યતા વ્યક્ત કરાતા અનેક તર્કવિતર્ક હાલ રાજ્યમાં જોવા મળી રહ્યા છે. અહીં તેમણે ગાંધીનગરમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓ, રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી હતી. બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષે ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું કે, મારી પાસે ચૂંટણીની તારીખ જાહેર કરવાનો અધિકાર નથી. તેમણે કહ્યું, મને વિશ્વાસ છે કે નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પૂરી થઈ જશે. આણંદ જિલ્લામાં નવા કાર્યાલય કમલમના ઉદ્ઘાટન પ્રસંગે સી.આર. પાટીલે આ વાત કહી છે.
ગુજરાતમાં આ વખતે વિધાનસભાની ચૂંટણી ત્રિકોણીય થવાની ધારણા છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે. અહીં 182 વિધાનસભા બેઠકો છે જેમાં 111 ધારાસભ્યો ભાજપના, 63 ધારાસભ્ય કોંગ્રેસના, 1 ધારાસભ્ય અપક્ષ, 2 BTP અને 1 NCP ધારાસભ્ય છે. હાલ રાજ્યમાં ભાજપની સરકાર છે. રાજ્યમાં હાલ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે.