બીજેપીના સ્ટિંગ પર મનીષ સિસોદિયા-CM કેજરીવાલે આપી ચેલેન્જ, કહ્યું- “વાહ મનીષ, આવી ચેલેન્જ કોઈ સાચો અને હિંમતવાન વ્યક્તિ જ આપી શકે છે. મને વિશ્વાસ છે કે ભાજપ તમારો પડકાર સ્વીકારશે.”
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
આમ તો બે મહિના રહીને ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાવાનો છે પરંતુ હાલ તો આમ આદમી પાર્ટી અને ભાજપ દિલ્હીની રાજનીતિમાં આમને સામને આવી ગયા છે. દિલ્હીમાં શરાબની નીતિને લઈને રાજકીય ગરમાવો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. AAP અને BJP સતત એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. હવે ભાજપે દારૂ કૌભાંડનો આરોપ લગાવતા સ્ટિંગ ઓપરેશન જારી કર્યું છે. જેમાં સીધા જ નિશાને મનીષ સિસોદિયા આવી દયા છે. આના પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ વળતો પ્રહાર કર્યો અને ભાજપને પડકાર ફેંક્યો.
ખોટા સ્ટિંગ માટે PM મોદી માફી માગે – મનીષ સિસોદિયા
મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું કે, “સીબીઆઈએ મારા ઘરે દરોડો પાડ્યો, કંઈ મળ્યું નહીં. લોકરમાં કંઈ મળ્યું નથી. CBI/EDએ તપાસ કરી તો કંઈ મળ્યું નથી. હવે BJP સ્ટિંગ લઈને આવી છે. CBI/ED આ સ્ટિંગ જો આરોપો સાચા હોય તો, સોમવાર સુધીમાં મારી ધરપકડ કરો, નહીંતર સોમવારે પીએમ મોદીએ ખોટા સ્ટિંગ માટે મારી પાસે માફી માંગવી જોઈએ.
અરવિંદ કેજરીવાલે પણ ફેંક્યો ભાજપ સામે પડકાર
ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના આ ટ્વીટને સીએમ અરવિંદ કેજરીવાલે રીટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે, “વાહ મનીષ, આવો પડકાર માત્ર એક સાચો અને હિંમતવાન વ્યક્તિ જ આપી શકે છે. મને ખાતરી છે કે ભાજપ તમારો પડકાર સ્વીકારશે. આખું રાષ્ટ્ર તમારાથી આશીર્વાદ પામશે. કામ અને હિંમત.
ભાજપે આ આક્ષેપ કર્યા ?
બીજેપીએ એક સ્ટિંગ ઓપરેશન જારી કરીને આરોપ લગાવ્યો છે કે દિલ્હીની AAP સરકારે પસંદગીના કેટલાક લોકોને મદદ કરવા માટે તેની દારૂની નીતિ તૈયાર કરી હતી. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ આરોપ લગાવ્યો હતો કે “ગોવા અને પંજાબમાં AAPના ચૂંટણી પ્રચાર માટે કોન્ટ્રાક્ટરોની લાંચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.” તેમણે કહ્યું કે આ સ્ટિંગ વીડિયો પહેલાથી જ સાર્વજનિક છે અને ભાજપ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો નથી. આમાં કોની પાસેથી પૈસા લેવામાં આવ્યા, કેવી રીતે આ કૌભાંડ થયું, આ તમામ બાબતોનો પર્દાફાશ થયો છે.