પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા માઈકલ બોબો સહિત આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાવા જોડાયા
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ગોવામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા માઈકલ બોબો સહિત આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. ગોવા કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક મળી અને ભાજપમાં વિલીનીકરણનો ઠરાવ પસાર કર્યો હતો. આ પહેલા બીજેપી ગોવાના અધ્યક્ષ સદાનંદ તનાવડેએ આ દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસના 8 ધારાસભ્યો ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે.
વાસ્તવમાં, ગોવામાં 40 વિધાનસભા બેઠકો છે અને આ વર્ષે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ હતી. રાજ્યમાં ભાજપ ગઠબંધન પાસે 25 ધારાસભ્યો છે જ્યારે કોંગ્રેસ પાસે 11 ધારાસભ્યો છે. જેમાંથી હવે ભાજપે દાવો કર્યો છે કે 11માંથી 8 ભાજપમાં જોડાશે. જેમાં દિગંબર કામત, માઈકલ લોબો, રાજેશ ફાલદેસાઈ, કેદાર નાઈક, સંકલ્પ અમ્નોકર, એલેક્સિયો સિક્વેરા, રુડોલ્ફ ફર્નાન્ડિસનો સમાવેશ થાય છે.
ચુંટણી સમયે વફાદાર રહેવાની લીધી હતી પ્રતિજ્ઞા
તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી મહિનામાં ગોવા કોંગ્રેસે એક ટ્વિટ કર્યું હતું જેમાં તેઓએ કહ્યું હતું કે, ગોવા ફોરવર્ડ પાર્ટી ગઠબંધનના તમામ 40 ઉમેદવારો એક અને વફાદાર રહેવા માટે #PledgeOfLoyalty લે છે. તેઓ ગોવાની ઓળખ વેચતી કોઈપણ પ્રવૃત્તિમાં ક્યારેય સમર્થન કે ભાગ નહીં લેવાનું વચન આપે છે.
ભારત જોડો યાત્રાનો આજે આઠમો દિવસ
તે જ સમયે, આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે કોંગ્રેસ દેશભરમાં ભારત જોડો યાત્રા કાઢી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશભરમાં 150 દિવસની 3750 કિલોમીટરની યાત્રા કાઢવામાં આવી રહી છે. આ યાત્રા દેશના 12 રાજ્યોમાંથી પસાર થશે. ભારત જોડો યાત્રાનો આજે 8મો દિવસ છે.