વધતા દેવા પાછળ મોંઘવારી અને વ્યાજદર જવાબદાર, ડેટ ટુ અર્નિંગ્સ રેશિયોએ 187.2%ની વિક્રમી વૃદ્ધિથી જોખમ વધાર્યું
સિડનીમાં મંદીની સૌથી વધુ અસર
અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં પણ આર્થિક મંદીના સંકેત દેખાઈ રહ્યા છે. પ્રોપર્ટી માર્કેટમાં ગ્રાહકોની ઉદાસીનતા સ્પષ્ટ દેખાય છે. ડેટ ટુ અર્નિંગ્સ રેશિયોએ 187.2%ની વિક્રમી વૃદ્ધિથી જોખમ વધાર્યું છે. 1991ની મંદી બાદ દેશમાં પહેલીવાર આવી સ્થિતિ જોવા મળી રહી છે. તેની પાછળનું મુખ્ય કારણ વ્યાજદરમાં વધારો, આવક કરતાં વધુ લોન દરમાં વધારો અને મોંઘવારી ગણવામાં આવી રહી છે. બજાર પર સૌથી વધુ અસર સિડનીમાં જોવા મળી રહી છે. અહીં છેલ્લા ત્રણ મહિનામાં ઘરની કિંમતમાં 5%નો ઘટાડો થયો છે.
જ્યારે રાષ્ટ્રીય સ્તરે આ ઘટાડો 2% છે. આ ઘટાડો આગામી મહિનાઓમાં પણ ચાલુ રહેવાની સંભાવના છે, કારણ કે રિઝર્વ બેંકે બે સપ્તાહની અંદર બીજી વખત વ્યાજદરમાં વધારો કર્યો છે.
S&P ગ્લોબલ રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી લુઈસ કુઇજસે જણાવ્યું હતું કે: “ઓસ્ટ્રેલિયા એ વિશ્વનું સૌથી ખુલ્લું બજાર છે જેમાં સ્થાનિક દેવું અને જીડીપીના હિસ્સા તરીકે બોન્ડેડ ડેટ ખૂબ ઊંચું છે. ત્યાં ઘણું દેવું છે.