તાપસી પન્નુની ફિલ્મ ‘દોબારા’એ ઓસ્ટ્રેલિયામાં શરમજનક રેકોર્ડ નોંધાવ્યો, 88 ડોલરના હિસાબે માત્ર 7032ની કમાણી કરી
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
તાપસી પન્નુ માટે આ સમાચાર સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી જવાની છે, આ શુક્રવારે રિલીઝ થયેલી તાપસીની ફિલ્મ દોબારા ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ રિલીઝ થઈ છે, જોકે એક દેશમાં તાપસી મમાટે આંચકાજનક સમાચાર આવી રહ્યા છે. દુબઈ, અમેરિકા ઓસ્ટ્રેલિયા જેવા સ્થળોએ બોલિવૂડની ફિલ્મો ઘણી જોવા મળે છે અને તેના કારણે તાપસી અને ફિલ્મના નિર્માતાઓએ તેને ફરીથી ઓસ્ટ્રેલિયામાં રિલીઝ કરી, પરંતુ અહીં તાપસીની ફિલ્મ સાથે શું થયું, કદાચ તાપસીને પણ જણાવવામાં શરમ આવશે.
10થી ઓછો ટિકિટ વેચાઇ, માત્ર 88 ડોલરની કમાણી
બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, તાપસીની ફિલ્મ દોબારાની પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયામાં 10 થી ઓછી ટિકિટો વેચાઈ હતી અને તેના કારણે ફિલ્મ માત્ર $88 કમાઈ શકી હતી જે ભારતીય રૂપિયાના હિસાબે ₹7032 થાય છે. જો કે તાપસીની ફિલ્મે ભારતમાં પહેલા દિવસે 72 લાખની કમાણી કરી હતી, પરંતુ ભારતમાં આ ફિલ્મ માત્ર 370 સ્ક્રીનમાં જ રિલીઝ થઈ છે, તેમ છતાં ફિલ્મે યોગ્ય કલેક્શન કર્યું છે, તો બીજી તરફ તાપસીની ફિલ્મનો સોશિયલ મીડિયા પર સતત બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.
જો આ ફિલ્મ આમાં સારી કમાણી કરી શકી નથી તો આ ફિલ્મ ફ્લોપના આરે આવી જશે. 30 કરોડમાં બનેલી આ ફિલ્મે તેની પ્રતિષ્ઠા બચાવવા માટે ઓછામાં ઓછા 35 કરોડની કમાણી કરવી પડશે, જેની અપેક્ષા હવે ઓછી છે. આ તરફ ન માત્ર તાપસી પરંતુ અનુરાગ કશ્યમ સામે પણ સોશિયલ મીડિયામાં બોયકોટનું ટ્વિટ યુદ્ધ ચાલતું જ રહેતું હોય છે અને હવે ઓસ્ટ્રેલિયામાં કમાણીના આંકડા બંનેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.