ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ કરવાને લઇ વાર્નર પર હાલ આજીવન પ્રતિબંધ લાગેલો છે. હવે સાથી ક્રિકેટરોના સપોર્ટ બાદ વાર્નર અપીલ કરી શકે છે
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ડેવિડ વોર્નરે રવિવારે કહ્યું કે તે કેપ્ટનશિપ માટે તેના પર લગાવવામાં આવેલ આજીવન પ્રતિબંધ હટાવવા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે વાતચીત કરવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે 2018માં સાઉથ આફ્રિકામાં બોલ ટેમ્પરિંગ કેસ બાદ તત્કાલિન કેપ્ટન સ્ટીવ સ્મિથની કેપ્ટન્સી છીનવાઈ ગઈ હતી અને તેના પર બે વર્ષ સુધી ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ ન કરવા બદલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. બીજી તરફ વોર્નરને વધુ આકરી સજા આપવામાં આવી હતી અને તેના પર આજીવન કેપ્ટનશિપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
વર્તમાન ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ સહિત કેટલાક ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓએ વોર્નર પર લાદવામાં આવેલા આજીવન પ્રતિબંધને સમાપ્ત કરવાની અપીલ કરી છે. ESPNcricinfo અનુસાર, વોર્નરે કહ્યું, “આ મુદ્દે ક્યારેય કોઈ ચર્ચા થઈ નથી. મેં ઘણી વખત કહ્યું છે કે હવે આ બાબતે બોર્ડ મારી સાથે વાત કરે.
વોર્નર, સ્મિથ અને કેમેરોન બેનક્રોફ્ટને બોલ-ટેમ્પરિંગ કૌભાંડમાં તેમની ભૂમિકા બદલ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા પર થોડા સમય માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. વોર્નર અને સ્મિથ પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જ્યારે બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ડેવિડ વોર્નર બિગ બેશમાં રમતા જોવા મળશે
ડેવિડ વોર્નર ફરી એકવાર પોતાની જૂની ટીમમાં પરત ફર્યો છે. 9 વર્ષ બાદ તે ફરીથી બિગ બેશ લીગમાં સિડની થંડર તરફથી રમતા જોવા મળશે. તેણે સિડની થંડર સાથે બે વર્ષનો કરાર કર્યો છે. વોર્નરે બિગ બેશ લીગની ટીમ સિડની થંડર સાથે બે વર્ષનો કરાર કર્યો છે. વોર્નર આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થનારી BBLની 12મી સિઝનમાં ઓછામાં ઓછી પાંચ મેચો માટે ઉપલબ્ધ રહેશે.