બોલિવૂડ ફિલ્મ દોબારા કરતા પણ પ્રથમ દિવસે ‘ફક્ત મહિલાઓ માટે‘ એ કર્યું વધુ કલેક્શન
‘ફક્ત મહિલાઓ માટે’ પ્રથમ દિવસે જ ફિલ્મે 1.34 કરોડની કમાણી કરી, તાપસીની ‘દોબારા’ પણ પાછળ રહી
સ્ત્રીઓને કોઈ ના સમજી શકે આવું સમાજે સ્ત્રીને સાંભળ્યા વગર જ સમજી લીધું. તમે નથી સ્ત્રીને સાંભળતા અને નથી એને સમજતાં.. સાંભળો અને સમજો બસ એને બીજું કાંઈ જ નથી જોઈતું. નામ ફક્ત મહિલાઓ માટે છે પણ એને જોવું તો પુરુષે જ પડે.. હલ્કી ફૂલ્કી કોમેડી સાથે કેટલીક બાબતોને ફિલ્માં શાનદાર રીતે રજૂ કરાઈ છે પણ સમજવા થોડી મથામણ થઈ શકે ફિલ્મમાં અને એટલે જ વિનંતી છે કે સ્ત્રીના અલગ અલગ સ્વરૂપને માણવા અને એની નાની નાની વાતોને સમજવા પુરુષોએ પોતાના ઘરની સ્ત્રીને લઈને જવું. તેમાંય તમે જો અમિતાભ બચ્ચનના ફેન્સ હોવ તો તેમનું ગુજરાતી સાંભળવા તો અચુક ફિલ્મ જોવા જેવી છે.
ફક્ત મહિલાઓ માટે લાગણીની સાથે સામાજિક સમૃદ્ધ ફિલ્મ
ફિલ્મના ટ્રેઇલરથી જ લોકો ફક્ત મહિલાઓ માટેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતા. આનંદ પંડિત અને વૈશલ શાહ દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ અમિતાભ બચ્ચનની એન્ટ્રીની ત્યારથી જ લોકોને ખબર પડી ગઇ હતી કે બિગ બી પણ ફિલ્મમાં જોવા મળશે. ‘ફક્ત મહિલાઓ માટે’ માત્ર લાગણીઓથી જ સમૃદ્ધ નથી પણ તે પારિવારિક કૉમેડી ફિલ્મ પણ સાબિત થઇ છે.
‘ફક્ત મહિલાઓ માટે’ પ્રથમ દિવસે જ બોલિવૂડની ફિલ્મો કરતા પણ આગળ
ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ એ તેના શરૂઆતના દિવસે જ નવો રેકોર્ડ બનાવ્યો છે. અહેવાલો અનુસાર, ફિલ્મે તેના શરૂઆતના દિવસે 1.34 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે, જે 2022માં રિલીઝ થયેલી કોઈપણ ગુજરાતી ફિલ્મ કરતાં વધુ છે. ફિલ્મે પ્રથમ દિવસના કલેક્શનમાં તાપસી પન્નુની દોબારાને પણ પાછળ રાખી હતી. ફિલ્મ એક કુટુંબના વ્યક્તિ વિશેની વાર્તા વર્ણવે છે, જે યશ સોની દ્વારા ભજવવામાં આવ્યું છે, જે ઘરની બધી સ્ત્રીઓ વચ્ચે એકલો પુરુષ છે. ચિંતન પરીખ તરીકે યશ સોની તેની દાદી, તેની માતા અને બહેન, જેઓ સતત ઝઘડા કરે છે. તે સ્થાયી થતાં પહેલાં બે વાર વિચારે છે અને તેની મુશ્કેલીઓમાં વધારો કરવા માટે અન્ય સ્ત્રીને મિશ્રણમાં લાવે છે. જ્યારે દીક્ષા જોશી તેના જીવનમાં પ્રવેશે છે ત્યારે ફિલ્મની સ્ટોરી 360 ડિગ્રી યુટર્ન લે છે. તો બીજી તરફ જ્યારે ચિંતન અંબાજી દર્શન કરવા માટે સમગ્ર પરિવાર સાથે જાય છે ત્યારે તેને મહિલાઓ શું વિચારી રહી છે તેની શક્તિ પ્રાપ્ત થાય છે.
ફિલ્મનું નિર્દેશન જય બોડાસ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં અમિતાભ બચ્ચન, યશ સોની, દીક્ષા જોશી અને તર્જની ભાડલા મુખ્ય પાત્રો તરીકે જોવા મળશે. અન્ય લોકપ્રિય કલાકારો કે જેમને ફક્ત મહિલાઓ માટે માટે જોડવામાં આવ્યા હતા તે છે ભાવિની જાની, કલ્પના ગગડેકર અને ચેતન દહીયા.
Good film