Bihar Political Crisis : બિહારમાં ભાજપ અને જેડીયુનું ગઠબંધન તૂટી ગયું છે. સીએમ નીતિશ કુમારે ભાજપ પર JDU પક્ષને નબળો પાડવાનો આરોપ લગાવ્યો

નીતિશ કુમાર, બિહાર, તેજસ્વી યાદવ, આરજેડી, Nitish Kumar, Tejaswi Yadav, RJD, JDU, BJP, Narendra Modi,
રાજભવન પહોંચીને નવી સરકાર બનાવવાનો દાવો કર્યો

બિહારમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. જેડીયુના નેતા નીતિશ કુમારે રાજભવન ખાતે રાજ્યપાલ ફાગુ ચૌહાણ સાથે મુલાકાત કરી અને તેમને રાજીનામું સોંપ્યું. રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યા બાદ નીતિશ કુમારે કહ્યું કે પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યો વચ્ચે એ વાત પર સહમતિ હતી કે આપણે એનડીએ છોડી દેવી જોઈએ. રાજ્યપાલ સાથે મુલાકાત બાદ નીતીશ કુમારે કહ્યું હતુ કે અમે એનડીએ છોડી દીધુ છે. નીતીશે આ સાથે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેમણે રાજ્યપાલને 160 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો છે.

આ પહેલા નીતીશ કુમારે જેડીયુના સાંસદો, ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં નીતિશ કુમારે કહ્યું કે ભાજપે હંમેશા અપમાનિત કર્યું છે અને જેડીયુને ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. સીએમને કહ્યું કે 2020 થી તેમનું વર્તમાન ગઠબંધન તેમને નબળું પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચિરાગ પાસવાનનું નામ લીધા વિના તેણે કહ્યું કે તે પણ આવું જ એક ઉદાહરણ છે. સીએમએ કહ્યું કે જો તેઓ હવે સજાગ નહીં થાય તો પાર્ટી માટે સારું નહીં થાય.

જેડીયુના તમામ નેતાઓએ નીતિશ કુમારને સમર્થન આપ્યું હતું
જેડીયુની બેઠકમાં પાર્ટીના તમામ ધારાસભ્યો અને સાંસદોએ સીએમ નીતિશ કુમારના નિર્ણયનું સમર્થન કર્યું અને કહ્યું કે તેઓ તેમની સાથે છે. તેણે કહ્યું કે તે જે પણ નિર્ણય લેશે તે હંમેશા તેની સાથે રહેશે. બેઠક પછી, JD(U)ના રાષ્ટ્રીય સંસદીય બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ ટ્વીટ કર્યું, “નવા ગઠબંધનનું તેના નવા સ્વરૂપમાં નેતૃત્વ કરવા બદલ નીતિશ કુમારને અભિનંદન.”