ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. શનિવારે રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 4 રને હરાવ્યું હતું. ફાઇનલમાં પહોંચવાની સાથે જ ભારતનો ઓછામાં ઓછો એક સિલ્વર મેડલ નિશ્ચિત થઈ ગયો છે. ફાઇનલમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સાથે થશે.

Commonwealth Games, India Vs England, Team India, England, Cricket Gold, Gold Medal, Semi Final,

નમસ્કાર ગુજરાત ન્યુઝ.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સ 2022ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 4 રને હરાવ્યું. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે સ્મૃતિ મંધાનાની અડધી સદી અને જેમિમા રોડ્રીગ્ઝની લડાય ઇનિંગ્સની મદદથી ઈંગ્લેન્ડને 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 160 રન જ બનાવી શકી હતી.

ટીમ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરતી ઈંગ્લેન્ડની ટીમ માટે સોફિયા ડંકલી અને ડેનિયલ વ્યાટ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન વોટે 27 બોલમાં 35 રન બનાવ્યા હતા. તેમણે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે વિકેટકીપર એમી જોન્સે 31 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 3 ચોગ્ગા સામેલ હતા. અંતિમ ઓવરોમાં ભારતીય બોલર્સે કમાલની બોલિંગ કરી હતી અને 41 રન બનાવનાર કેપ્ટન નેટ સિવરને પણ કોઇ ખાસ મચક આપી ન હતી તો બીજીતરફ એમી જોન્સ પણ કોઇ કમાલ કરે તે પહેલા જ મજબૂત બોલિંગ સામે પોતાની વિકેટ આપવા મજબૂર બની હતી. ભારત તરફથી સ્નેહ રાણાએ 28 રન આપી 2 વિકેટ તો દિપ્તી શર્માએ 18 રન આપી 1 વિકેટ ઝડપી હતી.

પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. આ દરમિયાન સ્મૃતિ મંધાનાએ 32 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. શેફાલી વર્માએ બે ચોગ્ગાની મદદથી 14 રન બનાવ્યા હતા. જ્યારે જેમિમા રોડ્રિગ્ઝે અણનમ 44 રન બનાવ્યા હતા. તેણે 31 બોલમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર 20 રન અને દીપ્તિ શર્મા 22 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.