ITR ફાઇલિંગ અપડેટ: 2021-22 માટે કુલ 5.83 કરોડ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. 2020-21માં 5.89 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. હવે રૂ. 1000થી લઇ રૂ. 5000 સુધીનો દંડ ભરીને ભરવું પડશે IT રિટર્ન
ITR Filing AY 2022-23: નાણાકીય વર્ષ 2021-22 અને આકારણી વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ, 2022 ના રોજ સમાપ્ત થઈ અને આ તારીખ સુધીમાં 5.83 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. ટેક્સ અધિકારીઓએ આ માહિતી આપી છે. કરદાતાઓ કે જેમના ખાતાઓનું ઓડિટ કરવું જરૂરી નથી, તેમના માટે 31 જુલાઈ, 2022 આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ હતી.
5.83 કરોડ રિટર્ન ફાઈલ કર્યા
ટેક્સ અધિકારીઓએ જણાવ્યું કે 31 જુલાઈ 2022 સુધીમાં કુલ 5.83 કરોડ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. આ આંકડો નાણાકીય વર્ષ 2020-21 જેવો જ છે. તે નાણાકીય વર્ષ માટે 31 ડિસેમ્બર 2021 સુધી 5.89 કરોડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા. 31મી જુલાઈ, 2022ને રવિવારના રોજ 72 લાખ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે.
હવે ITR પેનલ્ટીથી ભરીને થઇ શકશે ફાઇલ
જોકે, આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ પૂરી થઈ ગઈ છે. પછી જે કરદાતાઓ કોઈપણ કારણોસર રિટર્ન ફાઈલ કરી શક્યા નથી તેઓ હજુ પણ રિટર્ન ફાઈલ કરી શકશે પરંતુ તેમને દંડ ભરવો પડશે. જે કરદાતાઓની કરપાત્ર આવક રૂ. 5 લાખથી વધુ છે તેમને હવે આવકવેરા રિટર્ન ભરવા માટે રૂ. 5,000નો દંડ ભરવો પડશે. અને તેઓએ 31મી ડિસેમ્બર 2022 સુધીમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરવાનું રહેશે. તેથી જે કરદાતાઓની કરપાત્ર આવક રૂ. 5 લાખથી ઓછી છે તેમણે રૂ. 1,000નો દંડ ભરવો પડશે. ઉપરાંત, જેમની પાસે ટેક્સ બાકી છે તેઓએ રિટર્ન મોડું ફાઈલ કરવા પર એક ટકા વધારાનું વ્યાજ ચૂકવવું પડશે. જો કે, કોઈપણ વ્યક્તિ જેની આવક કરપાત્ર આવકની મર્યાદા કરતાં ઓછી છે તેણે કોઈ દંડ ચૂકવવો પડશે નહીં.