ભારતને ઓછી અસર થશે, શ્રીલંકા ટોચના સ્થાને, ન્યુઝીલેન્ડમાં આવતા વર્ષે મંદીની 33 ટકા સંભાવના. બીજી તરફ વિયેતનામ અને થાઈલેન્ડમાં મંદીની સંભાવના 10 ટકા
ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના ઘણા દેશોમાં અર્થતંત્રને લઈને ચિંતાઓ વધી ગઈ છે આ તરફ એક સર્વે કરાવ્યો છે જેમાં ન્યૂઝીલેન્ડ સહિત ઘણા દેશોમાં મંદીની સંભાવના વ્યક્ત આવી છે એક અંદાજ મુજબ ન્યુઝીલેન્ડમાં 33% મંદીની સંભાવના છે અને સમગ્ર લિસ્ટમાં તેનો બીજો નંબર આવે છે જયારે શ્રીલંકા પ્રથમ સ્થાને રહેલું છે જેની મંદીની શક્યતા 85 ટકા જેટલી છે. ઊંચા ભાવો મધ્યસ્થ બેન્કોને તેમના વ્યાજ દરોમાં વધારો કરવાની ગતિને વેગ આપવા માટે પ્રોત્સાહિત કરે છે.
શ્રીલંકા જે તેની અત્યાર સુધીની સૌથી ખરાબ આર્થિક કટોકટીની વચ્ચે છે, તેની પાસે આવતા વર્ષે મંદી આવવાની 85% તક છે, જે અગાઉના સર્વેમાં 33% ટકાથી વધારે છે – આ પ્રદેશની અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિ છે. અર્થશાસ્ત્રીઓએ ન્યુઝીલેન્ડ મહા મંદીની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે, તો આ તરફ તાઇવાન, ઓસ્ટ્રેલિયા અને ફિલિપાઇન્સમાં મંદીની શક્યતા અનુક્રમે 33%, 20%, 20% અને 8% સુધીની રહેલી છે. આ દેશોમાં કેન્દ્રીય બેંકો ફુગાવાને રોકવા માટે વ્યાજ દરોમાં વધારો કરી રહી છે.
સર્વેમાં અન્ય કેટલાંક એશિયન અર્થતંત્રો માટે મંદીની સંભાવના યથાવત રહી હતી. અર્થશાસ્ત્રીઓ 20% સંભાવના જુએ છે કે ચીન મંદીમાં પ્રવેશ કરશે, અને 25% સંભાવના છે કે દક્ષિણ કોરિયા અથવા જાપાન તેમાં પ્રવેશ કરશે. એશિયન અર્થતંત્રોમાં મંદીની સંભાવના વધી છે, છતાં યુરોપ અને યુએસ સમકક્ષોની સરખામણીમાં હજુ પણ સ્થિતિસ્થાપક છે.
દેશના મુખ્ય આર્થિક સલાહકાર(Chief Economic Advisor) વી અનંત નાગેશ્વરન અનુસાર ભારતીય રૂપિયામાં ઘટાડો એ ડોલર સામે વિશ્વની અન્ય મુખ્ય કરન્સીમાં થયેલા ઘટાડા કરતાં ઓછો છે. એટલે કે અન્ય કરન્સી કરતાં રૂપિયાનું પ્રદર્શન સારું રહ્યું છે. તેમના મતે રૂપિયા સામે યુરો, બ્રિટિશ પાઉન્ડ અને યેનનો ઘટાડો રૂપિયા કરતાં વધુ રહ્યો છે. નાગેશ્વરને જણાવ્યું હતું કે ડૉલર સામે અન્ય કરન્સીમાં ઘટાડો ફેડરલ રિઝર્વ દ્વારા કડક નીતિઓને કારણે થયો છે. વર્ષ 2022માં અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયો (Rupee vs dollar)7 ટકાથી વધુ તૂટ્યો છે.