England vs India : ભારતે માન્ચેસ્ટર ODIમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવી શાનદાર જીત નોંધાવી. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 2-1થી કબજે કરી લીધી છે. માન્ચેસ્ટર વનડે ભારત 5 વિકેટથી જીત્યું, હાર્દિકની પણ ધમાકેદાર બેટિંગ

રિષભ પંત (Rishabh Pant)ની તોફાની ઇનિંગની મદદથી ભારતે (India) ઇંગ્લેન્ડ (England) સામેની અંતિમ અને નિર્ણાયક વન-ડે મેચ જીતવાની સાથે સિરીઝ પણ પોતાના નામે કરી છે. 26 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ભારતીય ઇનિંગ્સને બચાવવાની સાથે પંતે 113 બોલમાં 16 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 125 રન અણનમ ફટકાર્યા હતા. સાથે જ હાર્દિક પંડ્યા (71 રન)ની સાથે મેચ વિજયી 133 રનની પાંચમી વિકેટની ભાગીદારી પણ નોંધાવી હતી. ભારતે ત્રણ મેચની સિરીઝ 2-1થી જીતી લીધી છે. પંતે પહેલીવાર વન-ડેમાં સદી નોંધાવી હતી.

માન્ચેસ્ટર ફરીથી એકવાર ભારત માટે લકી સાબિત થયું
માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે ભારતે ઘણી ઐતિહાસિક મેચ જીતી છે અને તેમાં આજે વધુ એક મેચનો ઉમેરો થયો છે. ભારત 8 વર્ષ બાદ ઇંગ્લેન્ડની જમીન પર વન-ડે સિરીઝ જીતવામાં સફળ રહ્યું છે. ઈંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર શિખર ધવન માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત 17 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી પણ 17 રન બનાવીને આગળ ગયો હતો. જ્યારે સૂર્યકુમાર યાદવે 28 બોલનો સામનો કર્યો અને એક ફોરની મદદથી 16 રન બનાવ્યા.

બોલિંગમાં પંડ્યા હિટ, બેટિંગમાં સુપરહિટ
પંડ્યા અને પંતે ટીમ ઈન્ડિયા માટે જોરદાર ભાગીદારી રમી અને ભારતને જીત તરફ લઈ ગયા. આ પછી પંડ્યા 55 બોલમાં 71 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 10 ચોગ્ગા ફટકાર્યા હતા. પંતે તોફાની પ્રદર્શન કરીને સદી ફટકારી હતી. તેણે 113 બોલમાં 16 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 125 રન બનાવ્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજા 7 રન બનાવી અણનમ રહ્યો હતો. ભારતની ઈનિંગ દરમિયાન ઈંગ્લેન્ડ માટે ટોપલેએ 7 ઓવરમાં 35 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે મેડન ઓવર આઉટ કરી. તે જ સમયે ઓવરટોન અને કાર્સીએ પણ એક-એક વિકેટ લીધી હતી.

પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 45.5 ઓવરમાં ઓલઆઉટ થતા પહેલા 259 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ માટે કેપ્ટન જોસ બટલરે 60 રન બનાવ્યા હતા. તેણે 80 બોલમાં 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. ઓપનર જેસન રોયે 31 બોલમાં 41 રન બનાવ્યા હતા. લિવિંગસ્ટોને 27 રનનું યોગદાન આપ્યું હતું. ડેવિડ વિલીએ 18 રનનું યોગદાન આપ્યું હતું.

ટીમ ઈન્ડિયા માટે હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 7 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે 3 મેડન ઓવર પણ કાઢી હતી. મોહમ્મદ સિરાજે 9 ઓવરમાં 66 રન આપીને 2 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે 9.5 ઓવરમાં 60 રન આપીને 3 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાને પણ સફળતા મળી હતી.