ભારતે 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 121 રનના સ્કોર પર સમેટાઈ
ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામમાં રમાયેલી બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડને 49 રને હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 3 મેચની શ્રેણીમાં 0-2ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 121 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ દરમિયાન જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે ખતરનાક બોલિંગ કરી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ બતાવી હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 3 જ્યારે જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલે બે-બે વિકેટ ઝડપી હતી. ઈગ્લેન્ડ તરફથી ડેવિડ વિલિએ 22 બોલમાં 33 રન કરી નોટ આઉટ રહ્યો હતો. જ્યારે મોઈન અલી 21 બોલમાં 35 રન કરી હાર્દિક પટેલની બોલિંગમાં રોહિત શર્માને કેચ આપી બેઠો હતો.
અગાઉ ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 29 બોલમાં 46 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને 4 વિકેટ ઝડપી હતી. આ સાથે જપોતાની પ્રથમ મેચ રમી રહેલા રિચર્ડ ગ્લેસને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી.
ટીમ ઈન્ડિયાના ત્રણ મહાન ખેલાડી વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ પ્લેઈંગ-11માં જોડાય છે તો લગભગ 8 મહિના પછી આ ત્રણેય એકસાથે ટી-20 મેચ રમતા જોવા મળશે. આની પહેલા 8 નવેમ્બર 2021ના રોજ વર્લ્ડ કપ 2021માં ભારત અને નામીબિયા વચ્ચે રમાયેલી મેચમાં ત્રણેય ખેલાડીઓ એકસાથે ઉતર્યા હતા.