પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ સૌજન્યશીલ, સૌહાર્દ પુર્ણ બને અને પોલીસ પ્રજાના મિત્ર તરીકે પ્રજા સાથે પ્રજા માટે પ્રજા પડખે છે તે ભાવના જન માનસમાં જાગે તે અંગે વિવિધ વિષય નિષ્ણાતો,પદાધિકારીઓ,પોલીસ અધિકારીઓ આ એક દિવસીય સેમિનારમાં સામૂહિક ચિંતન મનન કરશે
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ સૌજન્યશીલ, સૌહાર્દ પુર્ણ બને અને પોલીસ પ્રજાના મિત્ર તરીકે પ્રજા સાથે પ્રજા માટે પ્રજા પડખે છે તે ભાવના જન માનસમાં જાગે તે અંગે વિવિધ વિષય નિષ્ણાતો,પદાધિકારીઓ,પોલીસ અધિકારીઓ આ એક દિવસીય સેમિનારમાં સામૂહિક ચિંતન મનન કરશે. અમદાવાદ શહેર પોલીસના 150 થી વધુ અધિકારીઓ આ એક દિવસીય સેમિનાર માં જોડાયા છે.
મુખ્યમંત્રી એ આ પહેલ સેમિનારનો પ્રારંભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. આ સમગ્ર સેમિનારમાં ગાયહેડ અને ક્રેડાઈ આ સેમિનારના સહયોગી બન્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર પોલીસે ટ્રાફિક નિયમન સરળતાથી થાય અને લોકોને વાહન ચાલનમાં વધુ સગવડતા માટે તે માટે લોકોના સૂચનો અને સહયોગથી એરીયા એડોપશન સ્કીમ પણ લોન્ચ કરી હતી આ સ્કીમ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં તબક્કા વાર લોન્ચ કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્હ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ ના મંત્રથી સૌને સાથે લઈ વિકાસની જે દિશા લીધી છે તેને આ પહેલ થી વેગ મળશે. તેમણે નાનામાં નાના માનવી થી લઈને સૌ કોઇના સન્માન ને મહત્વપૂર્ણ ગણાવતા પોલીસ અને પ્રજા વચ્ચે સૌહાર્દ અને પરસ્પર સન્માન સભર વ્યવહાર માટે આહ્વાન કર્યું હતું. તેમણે ઉમેર્યું કે સારા કર્મોની છાપ લોકોમા કાયમ રહેતી હોય છે એટલે સૌએ વાણી, વર્તન વ્યવહારમાં કર્મયોગ ભાવથી કર્તવ્યરત રહીને આ પહેલ દ્વારા સમગ્ર પોલીસ દળની ગરિમા છબી વધુ ઊંચી લઇ જવાની છે. છેલ્સલા બે મહિનાથી અમદાવાદ શહેર પોલીસના જોઇન્ટ પોલીસ કમિશનર સેક્ટર ટુ ગૌતમ પરમારના નેતૃત્વ હેઠળ ડીસીપી મુકેશ પટેલ, એસીપી રીમા મુનશી સહિતના અધિકારી, ક્રેડાઇ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ મહેનત કરી રહ્યા હતા.