ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેનની લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા રચાયેલ શ્રેષ્ઠ વિધાનસભા/ વિધાન પરિષદ એવોર્ડ આપવા માટેની માપદંડ સૂચવતી સમિતિમાં વરણી કરવામાં આવી

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેનની લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા રચાયેલ શ્રેષ્ઠ વિધાનસભા/ વિધાન પરિષદ એવોર્ડ આપવા માટેની માપદંડ સૂચવતી સમિતિમાં વરણી કરવામાં આવી છે. 17 અને 18 નવેમ્બર 2021ના રોજ અખિલ ભારતીય વિધાનમંડળોના પ્રમુખ અધિકારીઓની પરિષદ હિમાચલ પ્રદેશના શિમલા ખાતે યોજાઇ હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ પરિષદમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.

શિમલા ખાતે યોજાયેલી પરિષદમાં શ્રેષ્ઠ વિધાનસભા-વિધાન પરિષદ એવોર્ડ માટે માપદંડો સૂચવતી સમિતિ માટે સભ્યોની વરણી માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેના માટે ગુજરાતના એકમાત્ર મહિલા વિધાનસભા અધ્યક્ષ એવા હવે ડૉ. નીમાબેન આચાર્યની વરણી થઇ છે. નોંધનીય છે કે અખિલ ભારતીય વિધાનમંડળોના પ્રમુખ અધિકારીઓની પરિષદને 100 વર્ષ પૂર્ણ થયા છે અને તેવા સમયે ડૉ. નીમાબેન આચાર્યની વરણી થતા ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત બની છે.