બ્રોન્ડ મેડલ મેચમાં જાપાનને 1-0થી આપી હાર
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ભારતીય હોકી ટીમ એશિયા કપ 2022માં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી છે. બુધવારે જકાર્તામાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે જાપાનને 1-0થી હરાવ્યું હતું. ભારત તરફથી મેચનો એકમાત્ર ગોલ રાજ કુમાર પાલે મેચની 7મી મિનિટે કર્યો હતો. ગોલ્ડ મેડલની મેચ કોરિયા અને મલેશિયા વચ્ચે રમાશે.
આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ આવતા વર્ષના વર્લ્ડ કપ માટે ક્વોલિફાયર ટુર્નામેન્ટ છે. જોકે ભારતીય ટીમ યજમાન હોવાને કારણે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ચૂકી હતી. લીગ મેચો માટે, ભારતને જાપાન, પાકિસ્તાન અને યજમાન ઇન્ડોનેશિયા સાથે પૂલ Aમાં મૂકવામાં આવ્યું હતું. તે જ સમયે, મલેશિયા, કોરિયા, ઓમાન અને બાંગ્લાદેશને પૂલ-બીમાં મૂકવામાં આવ્યા હતા. બાદમાં ભારત સિવાય જાપાન, દક્ષિણ કોરિયા અને મલેશિયાએ સુપર-4 સ્ટેજમાં સ્થાન મેળવ્યું હતું.
સુપર ફોર સ્ટેજની પ્રથમ મેચમાં ભારતે જાપાનને 2-1થી હરાવ્યું હતું. ત્યારબાદ તેણે મલેશિયા સાથે ત્રણ-ત્રણ ડ્રો રમ્યો હતો. આ પછી, સુપર-ફોર તબક્કાની ત્રીજી મેચમાં, કોરિયા સાથેની ભારતની મેચ 4-4 થી ટાઈ થઈ હતી, જેના કારણે ભારતીય ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય કરી શકી નહોતી.