કેન્દ્રીય નાણા મંત્રીએ એક્ઝાઇઝ ડ્યુટીમાં કર્યો ઘટાડો, પેટ્રોલ પર રૂ. 8 અને ડીઝલ પર 6 રૂપિયા એક્સાઇઝમાં ઘટાડો, ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ રૂપિયા 200 ઘટાડાયા,
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતો વચ્ચે રાહત આપી છે. મોંઘવારીમાંથી લોકોને રાહત આપતા કેન્દ્ર સરકારે એક્ઝાઇઝ ડ્યુટી પર ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. પેટ્રોલ પર રૂ. 8 અને ડીઝલ પર રૂ. 6નો ઘટાડો કરવાની જાહેરાત કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમને કરી છે. આ સાથે જ પેટ્રોલમાં રૂપિયા 9.5 અને ડીઝલ પર રૂપિયા 7નો ઘટાડો થશે.
આ સાથે નાણામંત્રીએ એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના નવ કરોડથી વધુ લાભાર્થીઓને પ્રતિ સિલિન્ડર (12 સિલિન્ડર સુધી) 200 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. તેમણે કહ્યું કે આનાથી અમારી માતાઓ અને બહેનોને મદદ મળશે.
પ્લાસ્ટિક ઉત્પાદનો પરની કસ્ટમ ડ્યુટી પણ ઘટાડી
સીતારમણે કહ્યું કે અમે કાચો માલ અને મધ્યસ્થીઓ પરની કસ્ટમ ડ્યુટી પણ ઘટાડી રહ્યા છીએ જ્યાં અમારી આયાત પર નિર્ભરતા વધારે છે. કેટલાક સ્ટીલના કાચા માલ પરની આયાત ડ્યુટી પણ ઘટાડવામાં આવશે. ચોક્કસ સ્ટીલ ઉત્પાદનો પર નિકાસ ડ્યુટી વસૂલવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે સિમેન્ટની ઉપલબ્ધતામાં સુધારો કરવા માટે ધોરણો લાગુ કરવામાં આવી રહ્યા છે અને સિમેન્ટની કિંમત ઘટાડવા માટે વધુ સારી લોજિસ્ટિક્સનો આશરો લેવામાં આવી રહ્યો છે.