17 મેના રોજ અદાણી ગ્રૂપે અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડને રજીસ્ટર કરાવી
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને વિશ્વના ટોચના અબજોપતિઓમાંના એક ગૌતમ અદાણીએ તાજેતરમાં હોલસીમ સાથે સોદો કરીને સિમેન્ટ બિઝનેસમાં પ્રવેશ કર્યો છે. હવે તે ફરી એક નવા વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપવાની તૈયારી કરી રહ્યા છે. સિમેન્ટ બાદ ગૌતમ અદાણી હવે હેલ્થ સર્વિસના ક્ષેત્રમાં આવવાની જાહેરાત કરી છે.
17 મે, 2022એ કરી નવી કંપનીની સ્થાપના
એક રિપોર્ટ અનુસાર, ગૌતમ અદાણીએ હેલ્થકેર સેવાઓ આપવા માટે એક અલગ કંપની બનાવી છે. આ માહિતી રેગ્યુલેટરી ફાઈલિંગમાં આપવામાં આવી છે. કંપની 17મી મે 2022ના રોજ સામેલ કરવામાં આવી છે. આ સંદર્ભે અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હેલ્થકેર સેક્ટરમાં અદાણી ગ્રૂપની કંપનીનું નામ અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડ (એએચવીએલ) છે.
હેલ્થ સેક્ટરના ક્યા ક્ષેત્રમાં શરૂ કરશે કાર્ય ?
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે કામ કરશે. અદાણી હેલ્થ વેન્ચર્સમાં મેડિકલ અને ડાયગ્નોસ્ટિક સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે નવી કંપનીની પેઇડ-અપ કેપિટલ 1,00,000 રૂપિયા હશે. તબીબી અને તબીબી પરીક્ષણો સંબંધિત સેવાઓ પ્રદાન કરવા ઉપરાંત, તે આરોગ્ય તકનીક સુવિધાઓ પણ પ્રદાન કરશે