ભારત પણ શ્રીલંકા માટે બન્યું છે મદદગાર
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે દેશને વિશ્વ બેંક તરફથી 160 મિલિયન ડોલરની સહાય મળી છે. તેમણે કહ્યું કે આર્થિક સંકટને કારણે દેશમાં ઈંધણ અને ગેસની અછત અને તેની સામે ચાલી રહેલા વિરોધને જોતા આ નાણાકીય સહાયનો અમુક હિસ્સો ઈંધણ ખરીદવા માટે વાપરવાની શક્યતા ચકાસવામાં આવી રહી છે.
વિક્રમસિંઘેએ સોમવારે રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું હતું કે ભારત તરફથી લોન હેઠળ પેટ્રોલના વધુ બે કન્સાઇનમેન્ટ આ અઠવાડિયે અને 29 મે સુધીમાં આવવાના છે. બળતણ અને ગેસની અછતના વિરોધમાં દેખાવકારોએ બુધવારે અહીં ઘણા રસ્તાઓ પણ બંધ કરી દીધા હતા.
શ્રીલંકાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે રવિવારે વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) ના પ્રતિનિધિઓ સાથે દેશના વર્તમાન આર્થિક સંકટ અંગે ચર્ચા કરી હતી. તે જ સમયે, ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને ભારતે 4,00,000 મેટ્રિક ટનથી વધુ ડીઝલનો 12મો કન્સાઇનમેન્ટ સપ્લાય કર્યો છે. કોલંબોમાં ભારતીય હાઈ કમિશને ટ્વીટ કર્યું કે 12મું કન્સાઈનમેન્ટ અને 4,00,000 મેટ્રિક ટન ઈંધણની સપ્લાઈ કરવામાં આવી છે. રાહત લોન યોજના હેઠળ આજે ભારત દ્વારા કોલંબોને ડીઝલનો નવો માલ સપ્લાય કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા 1948માં આઝાદી બાદ સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.