જમ્મુ-કાશ્મીરના બ્રાર, બાંદીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, આતંકીઓને જહન્નમ પહોંચાડાયા
જમ્મુ-કાશ્મીરના બ્રાર, બાંદીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. આજે અથડામણમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ત્રણેય આતંકવાદીઓ કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યામાં સામેલ હતા.
ગુરુવારે ઓફિસમાં ઘૂસીને સરકારી કર્મચારી રાહુલ ભટ્ટની આતંકીઓએ હત્યા કરી નાખી હતી. ચદૂરા નગરમાં તહેસીલ ઓફિસમાં ઘૂસીને આતંકીઓએ રાહુલ ભટ્ટને ગોળી મારી દીધી હતી. ભટ્ટને 2010-11માં સ્થળાંતર કરનારાઓ માટેના વિશેષ આયોજન પેકેજ હેઠળ કારકુન તરીકે સરકારી નોકરી મળી હતી.
તે જ સમયે, બાંદીપોરામાં, સુરક્ષા દળોને વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, જેના પછી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જ્યારે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો તો ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું.