બર્ફીલા તોફાનો વચ્ચે બોટ ડૂબે તે પહેલા જ બોર્ડર પેટ્રોલિંગ પોલીસ દ્વારા ધરપકડ, તમામ પકડ કરાયેલા લોકોની ઉંમર ૧૯ થી ૨૧ વર્ષની વચ્ચે
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
અમેરિકામાં ફરી એક વખત ડીંગુચા પરિવાર સાથે ઘટેલી ઘટના ઘટી છે જેમાં ૭ નાગરિકોની ધરપકડ યુએસ બોર્ડર પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ ઘટનામાં 6 ગુજરાતી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ સાત યુવકો ગુજરાતી પટેલ પરિવારોના છે. તમામ યુવાનોની ઉંમર 19થી 20 વર્ષ સુધીની છે.
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શને ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સેન્ટ રેગિસ મોહૌક ટ્રાઇબલ પોલીસ ડિપાર્ટમેન્ટ, અકવેસાસ્ને મોહૌક પોલીસ સર્વિસ અને હોગન્સબર્ગ-એકવેસાસ્ને વોલેન્ટિયર ફાયર ડિપાર્ટમેન્ટ (એચએવીએફડી), યુએસ બોર્ડર પેટ્રોલ એજન્ટોની સહાયથી મસેના બોર્ડર પેટ્રોલએ ગુરુવારે વહેલી સવારે સાત વ્યક્તિઓની ધરપકડ કરી હતી. અમેરિકામાં ઘુસણખોરીનો પ્રયાસ કરતા આ ઘટના ઘટી હતી અને તે સમયે તેમની બોટ બર્ફીલા તોફાનની વચ્ચે ફસાઈ હતી. જોકે બોટ ડૂબે તે પહેલા બોર્ડર પેટ્રોલ પોલીસ પહોંચી હતી. જેમાં તમામ લોકોને બચાવી લેવાયા હતા.
નોંધનીય છે કે આ અગાઉ ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના થીજી જવાથી મૃત્યું થયા હતા. તેઓ પણ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરી રહ્યા હતા. પરંતુ તાપમાન ખૂબ જ નીચુ હોવાના કારણે તેઓ ઠંડી સહન કરી શક્યા નહોતા અને થીજી જવાથી તેમનું મૃત્યુ થયું હતું.