India Vs. Australia : ઓસ્ટ્રેલિયા 264 રન, શમીની 3 વિકેટ, ભારત 267 રન 6 વિકેટ , કોહલી 84 રન, ઐયર 45 રન, હાર્દિક પંડ્યા 28 રન, kl રાહુલ અણનમ 42 રન

2013, 2017 અને હવે 2025, ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં પહોંચવાની હેટ્રિક હાંસલ કરી

ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. દુબઈમાં રમાયેલી આ સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 264 રન બનાવ્યા હતા. જવાબમાં, ટીમ ઈન્ડિયાએ 11 બોલ બાકી રહેતા 4 વિકેટે આ લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. ભારતની જીતમાં સૌથી મોટો ફાળો વિરાટ કોહલીનો હતો, જેણે દબાણથી ભરેલી મધ્ય ઓવરો દરમિયાન પોતાની ધૈર્યપૂર્ણ રમત જાળવી રાખી અને 84 રન બનાવ્યા હતા.

આ સતત ત્રીજી વખત છે જ્યારે ભારત મર્યાદિત ઓવર ફોર્મેટની ICC ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. ભારતે અગાઉ 2023 ODI વર્લ્ડ કપ, 2024 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને હવે તે ચેમ્પિયન્સ ટ્રોફીના ટાઇટલ મેચમાં પણ પહોંચવામાં સફળ રહ્યું છે.

ભારતે દુબઈમાં ઇતિહાસ રચ્યો
ભારતીય ટીમે દુબઈમાં ચોથી જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, આ નિર્ણય ઘણી હદ સુધી સારો સાબિત થયો. ઓસ્ટ્રેલિયા આ ટુર્નામેન્ટમાં દુબઈના મેદાન પર 250 રનનો આંકડો સ્પર્શનાર પ્રથમ ટીમ બની. આમ છતાં, તે 265 રનના લક્ષ્યનો બચાવ કરવામાં નિષ્ફળ ગઈ હતી. ભારત હવે દુબઈના મેદાન પર 250 થી વધુ રનના લક્ષ્યનો પીછો કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે.

ભારત સતત ત્રીજી ફાઇનલ રમશે
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવાની હેટ્રિક હાંસલ કરી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમ 2017 માં પણ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ આ વખતે તેને પાકિસ્તાન સામે 180 રનની મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ સતત ત્રીજી વખત છે જ્યારે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમશે. તમને જણાવી દઈએ કે ભારતે અત્યાર સુધી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બાંગ્લાદેશ, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે.

વિરાટ કોહલી ચમક્યો
વિરાટ કોહલી હવે આ ટુર્નામેન્ટમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે 84 રન બનાવીને આઉટ થયા બાદ તે 52મી ODI સદી ફટકારવાનું ચૂકી ગયો હતો, પરંતુ તેણે અત્યાર સુધીમાં ટુર્નામેન્ટની ૪ ઇનિંગ્સમાં ૭૨.૩૩ ની પ્રભાવશાળી સરેરાશથી ૨૧૭ રન બનાવ્યા છે. તેમના પછી, શ્રેયસ ઐયર આ મામલે બીજા સ્થાને છે, જેણે અત્યાર સુધીમાં 4 ઇનિંગ્સમાં 195 રન બનાવ્યા છે.