ઓસ્ટ્રેલિયાના ભારત ખાતેના હાઇ કમિશનર બેરી ઓફેરેલનું નિવેદન

નમસ્કાર ગુજરાત ન્યૂઝ

ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ’ફેરેલે બુધવારે જણાવ્યું હતું કે, આસિયાનના સભ્ય દેશો, ઓસ્ટ્રેલિયા અને ભારતે સમુદ્રના સ્વાસ્થ્યને સંબોધિત કરવા માટે સહયોગ અને કામ કરવાની જરૂર છે. માત્ર આટલું જ નહીં પરંતુ ઈન્ડો-પેસિફિક મહાસાગર પહેલ (IPOI) દ્વારા સ્માર્ટ બંદરોના વિકાસનું પણ બંને દેશો આગળ આવીને લક્ષ્ય આધારિત કામ કરે. મોનાશ યુનિવર્સિટીના સહયોગથી સેન્ટર ફોર પબ્લિક પોલિસી રિસર્ચ (સીપીપીઆર) દ્વારા આયોજિત ઈન્ડો-પેસિફિક ઓશન ઈનિશિએટિવ (આઈપીઓઆઈ) પર સંવાદ દરમિયાન ઓ’ફેરેલે આ ટિપ્પણી કરી હતી.

આ ઇવેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સ એન્ડ ટ્રેડ (DFAT), ઓસ્ટ્રેલિયાના સમર્થનથી આયોજિત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં બેંગકોકમાં 14મી પૂર્વ એશિયા સમિટમાં IPOIની જાહેરાત કરી હતી. ઈન્ડો-પેસિફિક ઓશન ઈનિશિએટિવ એ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહકાર માટે એક ખુલ્લું, બિન-સંધિ-આધારિત, સમાવેશી પ્લેટફોર્મ છે. ઑસ્ટ્રેલિયા અને જાપાન પહેલાથી જ અનુક્રમે મરીન ઇકોલોજી અને કનેક્ટિવિટી સ્તંભો પર આગેવાની લઈ ચૂક્યા છે, જ્યારે ફ્રાન્સ અને ઈન્ડોનેશિયાએ મરીન રિસોર્સિસ પર સાથે મળીને કામ કરી રહ્યા છે.

કોચીમાં તાજેતરની કોન્ફરન્સનો ઉદ્દેશ ખાસ કરીને ઈન્ડો-પેસિફિકમાં દરિયાઈ સહયોગના માપદંડો માટે ‘ખુલ્લા, સમાવિષ્ટ, સ્થિતિસ્થાપક, સમૃદ્ધ અને નિયમો આધારિત મેરીટાઇમ ઓર્ડર’ને સમર્થન આપવા માટે તથા ઓસ્ટ્રેલિયા-ભારત સંબંધોને મજબૂત કરવાનો હતો. ઉદ્ઘાટન સત્રમાં બોલતા, બેરી ઓ’ફેરેલે વધતા બહુ-ધ્રુવીય વિશ્વ પરિદ્રશ્ય વચ્ચે ઈન્ડો-પેસિફિકમાં સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.