ખંભાતમાં અસામાજિક તત્વોની મિલકત પર સીએમ ભુપેન્દ્ર પટેલ ઉર્ફે દાદાએ બુલડોઝર ફેરવ્યું
નમસ્કાર ગુજરાત ન્યુઝ
ઉત્તર પ્રદેશમાં જ્યારે પણ તોફાન થાય છે ત્યારે તોફાનીઓની મિલકત ઉપર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુલડોઝર ફેરવતા હોય છે. Cm યોગી આદિત્યનાથની આ જ ટ્રીક મધ્યપ્રદેશમાં મામાના હુલામણા નામથી જાણીતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ અપનાવી. ગુજરાતમાં પણ થોડા દિવસ પહેલા ખંભાત માં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં તોફાનમાં સામેલ અસામાજિક તત્વોની મિલકત પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુલડોઝર ફેરવવાનો આદેશ આપ્યો હતો. નોંધનીય છે કે ભુપેન્દ્ર પટેલ પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં દાદા તરીકે જાણીતા છે. ખંભાતમાં આજે અસામાજિક તત્વોની મિલકત પર બુલડોઝર ફેરવવા માંડ્યું જેથી સોશિયલ મીડિયા ઉપર સતત એ વાતની ચર્ચા હતી કે યુપીમાં બાબા એમપી મામા અને ગુજરાતમાં બુલ ડો ઝાર દાદા ની એન્ટ્રી થઇ ગઇ છે.
આ ઘટના બાદ પોલીસે ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. ખંભાત તાલુકામાં સંવેદનશીલ પોઇન્ટ નક્કી કરીને ત્યાંનાં દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. એના ભાગરૂપે શક્કરપુરમાં થયેલા ગેરકાયદે દબાણ હટાવવા કામગીરી શરૂ કરી છે.