શાહબાઝ શરીફ નવાઝ શરીફના નાના ભાઈ છે. વાસ્તવમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા શાહબાઝ શરીફ પાકિસ્તાનના 23માં વડાપ્રધાન બન્યા છે.
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને પણ પોતાના શપથ ગ્રહણ માટે જાતે આમંત્રણ આપ્યું હતું અને પોતે તેમને મળવા લાહોર પણ ગયા હતા. જોકે, ત્યારપછીના આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો બગડ્યા હતા. શાહબાઝ શરીફ નવાઝ શરીફના નાના ભાઈ છે. વાસ્તવમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા શાહબાઝ શરીફ પાકિસ્તાનના 23માં વડાપ્રધાન બન્યા છે. સંયુક્ત વિપક્ષ તરફથી શાહબાઝ શરીફને પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.શાહબાઝ શરીફે દેશના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા. સેનેટ અધ્યક્ષ સાદિક સંજરાણીએ તેમને શપથ લેવડાવ્યા હતા.
પાકિસ્તાનની સંસદે શાહબાઝ શરીફને વડાપ્રધાન તરીકે ચૂંટ્યા
શાહબાઝ શરીફ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ છે. સોમવારે વહેલી સવારે, પાકિસ્તાનની સંસદે શાહબાઝ શરીફને વડા પ્રધાન તરીકે ચૂંટ્યા. તેમની તરફેણમાં 174 મત પડ્યા હતા. તે જ સમયે, ઈમરાન ખાન અને તેમની પાર્ટી પીટીઆઈના સાંસદો હાજર ન હતા. પીટીઆઈએ સમગ્ર પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો.
દેશના 22માં વડાપ્રધાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા પદ પરથી હટાવવામાં આવ્યા હતા અને તેઓ પાકિસ્તાનના ઈતિહાસમાં અવિશ્વાસની દરખાસ્ત દ્વારા હટાવવામાં આવેલા પ્રથમ વડાપ્રધાન બન્યા છે. ઈમરાન ખાને 18 ઓગસ્ટ 2018ના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમનો કાર્યકાળ 10 એપ્રિલ 2022 સુધી 1,332 દિવસનો હતો. ઈમરાન ખાન ત્રણ વર્ષ, સાત મહિના અને 23 દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યા.