ટીમ ઇન્ડિયા છેલ્લી મેચમાં બેન્ચ સ્ટ્રેંથને આપશે તક

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
રિપોર્ટ્સનું માનીએ તો વિરાટ કોહલી સિરીઝની અંતિમ મેચમાં ભાગ નહીં લે. તેને BCCI દ્વારા બાયો-બબલ બ્રેક આપવામાં આવ્યો છે. વિરાટ ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદથી સતત બાયો-બબલમાં છે. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “કોહલી શનિવારે સવારે ઘરે જવા રવાના થઈ ગયો છે કારણ કે ભારત પહેલેથી જ શ્રેણી જીતી ચૂક્યું છે.”

બાયો બબલ માટે BCCIની ખાસ પોલિસી
BCCI દ્વારા નક્કી કરવામાં આવ્યા મુજબ, તમામ ફોર્મેટમાં રમતા ખેલાડીઓને બાયો-બબલમાંથી નિયમિત સમય વિરામ આપવામાં આવશે. તેમના વર્કલોડ મેનેજમેન્ટ અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે તેની ખાતરી કરવા. હવે ત્રીજી મેચમાં કેપ્ટન રોહિત શર્મા બેન્ચ પર બેઠેલા યુવા ખેલાડીઓને તક આપી શકે છે. પ્રથમ બે મેચમાં ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર થયો નથી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રવિવારે શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ રમાશે. આ પછી શ્રીલંકાની ટીમ ટી20 અને ટેસ્ટ શ્રેણી રમવા માટે ભારત આવશે. ભારત-શ્રીલંકા T20 શ્રેણી 24 ફેબ્રુઆરીથી શરૂ થશે