અમદાવાદની સ્પેશિયલ કોર્ટે સજાનું કર્યું એલાન, વર્ષ 2008ના બોમ્બ ધડાકામાં 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
અમદાવાદમાં 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકામાં 49 દોષિતોને અમદાવાદની સ્પેશિયલ કોર્ટે સજા ફટકારી છે. 49 માંથી 38 આતંકવાદીઓને ફાંસીની સજા તો ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે.
કુલ 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
26 જુલાઇ 2008ના રોજ થયા હતા બોમ્બ બ્લાસ્ટ
20 જગ્યાએ 21 બ્લાસ્ટ થયા હતા બોમ્બ બ્લાસ્ટ
બોમ્બ બ્લાસ્ટમાં કુલ 56 લોકોના થયા હતા મોત
200 થી વધુ લોકો થયા હતા ઇજાગ્રસ્ત
ફરિયાદ પક્ષે કોર્ટને તમામ ગુનેગારોને ફાંસીની સજા આપવાની માંગ કરી છે, જ્યારે બચાવ પક્ષે કોર્ટમાં ઓછામાં ઓછી સજાની અપીલ કરી હતી. 8 ફેબ્રુઆરીના રોજ સેશન્સ કોર્ટના જજ એ.આર.પટેલે ચુકાદામાં 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે 77માંથી 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. હવે બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોની સજાની ચર્ચા પૂરી થઈ ગઈ છે. જેના પર આજે સજાની જાહેરાત કરવામાં આવશે. 13 વર્ષ પહેલા થયેલા આ ધડાકાએ સમગ્ર ભારતને હચમચાવી નાખ્યું હતું.
આપને જણાવી દઈએ કે અમદાવાદમાં થયેલા આ સીરિયલ બ્લાસ્ટ બાદ પોલીસને સુરતના અલગ-અલગ વિસ્તારોમાં બોમ્બ મળ્યા હતા, ત્યારબાદ અમદાવાદમાં 20 અને સુરતમાં 15 એફઆઈઆર નોંધવામાં આવી હતી. કોર્ટે તમામ 35 એફઆઈઆરને એક સાથે જોડી દીધા બાદ આ મામલાની સુનાવણી કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે અમદાવાદમાં થયેલા વિસ્ફોટોની કડીઓ પ્રતિબંધિત સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન (IM) સાથે જોડાયેલી હતી અને ડિસેમ્બર 2009માં કુલ 78 લોકો સામે ટ્રાયલ શરૂ થઈ હતી. બાદમાં એક આરોપી સરકારી સાક્ષી બન્યા બાદ કુલ આરોપીઓની સંખ્યા ઘટીને 77 થઈ ગઈ હતી.
તે જ સમયે, પોલીસે આ મામલે ગંભીર આરોપ લગાવ્યો હતો કે હિઝબુલ મુજાહિદ્દીન (IM)ના આતંકવાદીઓએ ગોધરા ઘટના બાદ 2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણોનો બદલો લેવા માટે આ વિસ્ફોટોનું આયોજન કર્યું હતું. આ રમખાણોમાં લઘુમતી સમુદાયના ઘણા લોકોના પણ મોત થયા હતા.
તારીખ 26 મી જુલાઈ વર્ષ 2008ના દિવસે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. સાંજે 6.30 વાગ્યા થી 8.10 વાગ્યા સુધી અમદાવાદના વિવિધ 20 સ્થળો પર 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં હાટકેશ્વર, નરોડા,સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, ઇસનપુર, ખડીયા,નારોલ સર્કલ, જવાહર ચોક, ગોવિદ વાળી, રાયપુર ચકલા, સારંગપુર, બાપુનગર, ઠક્કર બાપા નગર, સરખેજ સહિતના વિસ્તારો હતા. આ ઘટનામાં 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 240 લોકો ઘાયલ થયા હતા. આ કેસની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમ રાતદિવસ કામે લાગી હતી, જેમાં આશિષ ભાટિયા, અભય ચુડાસમા, હિમાશૂ શુક્લ, ઉષા રાડા, મુયર ચાવડા સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમની મહેનતથી 19 દિવસમાં 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં 77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેસની ડે ટુ ડે સુનવણી કરવામાં આવતા કોરોનાકાળમાં પણ સુનવણી થઈ હતી.