રાજસ્થાને અશ્વિન, બોલ્ટ અને પડ્ડિકલને ખરીદ્યા, ગુજરાત ટાઈટન્સે શમીને રૂ. 6.25 કરોડમાં, લખનઉએ ડી કોકને રૂ. 6.75 કરોડમાં લીધો

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ડેવિડ વોર્નર હવે દિલ્હી તરફથી રમશે
ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર માટે 2 કરોડથી બોલી શરૂ થઈ હતી અને તેના માટે દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ વચ્ચે ટક્કર થઈ હતી. ડેવિડ વોર્નરને દિલ્હી કેપિટલ્સે 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. વોર્નર અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહ્યો હતો.

ફાફ ડુ પ્લેસિસ વિરાટ કોહલી સાથે રમશે
દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખરીદ્યો છે. ફાફને 7 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે, તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.

ગુજરાતની ટીમે મોહમ્મદ શમીને ખરીદ્યો
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ગુજરાત ટાઇટન્સે 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. મોહમ્મદ શમીની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.

શ્રેયસ અય્યરને કોલકાતા નાઈટ રાઈડર્સે ખરીદ્યો
બધાની નજર ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર પર હતી, તેની બોલી બે કરોડથી શરૂ થઈ હતી. દિલ્હી, બેંગ્લોર, કોલકાતાએ શરૂઆતમાં શ્રેયસ માટે ઉગ્ર બોલી લગાવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે શ્રેયસ અય્યરને 12.25 કરોડમાં ખરીદ્યો હતો.

ટ્રેન્ટ બોલ્ટ રાજસ્થાન તરફથી રમશે
ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ માટે 2 કરોડથી બોલી શરૂ થઈ અને તેના માટે લાંબી લડાઈ ચાલી. ટ્રેન્ટ બોલ્ટને રાજસ્થાન રોયલ્સે 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, તે પહેલા તે મુંબઈ ઈન્ડિયન્સ સાથે હતો.

કગીસો રબાડાને પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો
દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કગીસો રબાડા સામે ભીષણ જંગ ચાલી રહ્યો છે. 2 કરોડથી શરૂ થયેલી આ બોલી ઘણી ટીમોએ લગાવી હતી. આ દરમિયાન પંજાબ, દિલ્હી અને ગુજરાતની ટીમો સામસામે આવી હતી. પંજાબ કિંગ્સે અંતે કાગીસો રબાડાને રૂ. 9.25 કરોડમાં સામેલ કર્યો.

પૈટ કમિન્સને કોલકાતા નાઈટ રાઈડર્સે ખરીદ્યો
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના કેપ્ટન પૈટ કમિન્સને કોલકાતા નાઈટ રાઈડર્સે ખરીદ્યો છે. પેટ કમિન્સને કોલકાતાએ 7.25 કરોડમાં ખરીદ્યો હતો.

5 કરોડમાં વેચાયો રવિચંદ્રન અશ્વિન
રવિચંદ્રન અશ્વિન માટે બોલીની શરૂઆત 2 કરોડથી થઈ હતી, દિલ્હી કેપિટલ્સે તેના માટે પહેલી બોલી લગાવી હતી, ત્યારબાદ રાજસ્થાન રોયલ્સ પણ સાથે આવી હતી.રાજસ્થાન રોયલ્સે રવિચંદ્રન અશ્વિનને 5 કરોડમાં ખરીદ્યો હતો.

શિખર ધવન માટે પ્રથમ બોલી
પ્રથમ બોલી શિખર ધવનની છે, જેની મૂળ કિંમત રૂ. 2 કરોડ છે. દિલ્હી કેપિટલ્સે શિખર ધવન માટે પ્રથમ બોલી લગાવી, ત્યારબાદ રાજસ્થાન રોયલ્સે શરૂઆત કરી. શિખર ધવન માટે દિલ્હી અને રાજસ્થાન વચ્ચે લાંબી રેસ ચાલી.પંજાબ કિંગ્સે શિખર ધવનને 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.