92 વર્ષના હતા લતા મંગેશકર, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
બોલીવુડની સ્વર સામ્રાજ્ઞી ની લતા મંગેશકરનું મુંબઈમાં નિધન થયું છે. 9 જાન્યુઆરીથી તેઓને કોરોના સંક્રમિત થયા બાદ મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યાં તેમણે આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા છે. લતા મંગેશકરના નિધનને પગલે સમગ્ર દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ગઈકાલે સમાચાર આવ્યા હતા કે તેમના બહેન આશા ભોંસલે ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું કે લતા દીદીનું સ્વાસ્થ્ય સ્થિર છે પરંતુ આજે સવારે આ સમાચાર આવતાની સાથે જ બોલીવુડમાં આઘાત પ્રસરી ગયો હતો.
36 ભાષામાં 50 હજારથી વધુ ગીતો ગાયાં
લતાજીના નિધનથી દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ચાહકો તેમના સાજાં થઈ જવાની દુઆ કરતાં હતાં, પરંતુ આજે કરોડો સંગીતપ્રેમીઓનું દિલ તૂટી ગયું.92 વર્ષીય લતાજીએ 36 ભાષામાં 50 હજારથી વધુ ગીતો ગાયાં હતાં. એક હજારથી વધુ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો હતો. 1960થી 2000 સુધી લતા મંગેશકરનાં ગીત વગર ફિલ્મ અધૂરી માનવામાં આવતી હતી. તેમનો અવાજ ગીત હિટ જશે, તેવી ગેરંટી હતી. વર્ષ 2000 પછી તેમણે ગાવાનું ઓછું કરી નાખ્યું હતું. છેલ્લે તેમણે 2015માં આવેલી ફિલ્મ ‘ડોન્નો વાય’માં ગાયું હતું.
ઇન્દોરમાં થયો હતો જન્મ
લતા મંગેશકરનો જન્મ ઈંદોર, મધ્ય પ્રદેશમાં થયો હતો. તેમના પિતા, પંડિત દિનાનાથ મંગેશકર કે જે ગોવાના ગોમાન્તક મરાઠા સમાજ કુટુંબ સાથે સંકળાયેલ છે, એક શાસ્ત્રીય ગાયક અને થિયેટર અભિનેતા હતા. તેમની માતા શેવંતી (સુધામતી) દિનાનાથ ના બીજા પત્ની, જે થાલનેર, મહારાષ્ટ્રથી હતા. આ કુટુંબ હરદિકર અટક ધરાવતુ હતુ, ત્યારબાદ તેમના વતન ગોવામાં મંગેશી ગામ પરથી તેમની અટક મંગેશકર રાખી. લતાજીનું બાળપણ નુ નામ “હેમા” નામ હતુ. તેમના માતા – પિતા પછી સ્ત્રી અક્ષર પછી તેમને લતા નામ આપ્યું.