ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને જાળવતું અખબાર નમસ્કાર ગુજરાત કીર્તિદાન ગઢવીના નિવેદનથી સંપૂર્ણ સહમત, મેલબોર્નના ડાયરામાં ગુજરાતવાસીઓ ઉમટ્યા
કીર્તિદાન ગઢવીના નિવેદનની મહત્વપૂર્ણ વાતો
- આપણે આપણી ગુજરાતી સંસ્કૃતિથી ઉજળા છીએ
- ઓસ્ટ્રેલિયામાં પંજાબ કલાકારો આવે ત્યારે પંજાબી સમાજ એક હોય છે
- ઓસ્ટ્રેલિયામાં આયોજકોનો હેતુ આપણી સંસ્કૃતિને જાળવવાનો છે તો હરીફાઇ કેમ થાય ?
કેતન જોષી.નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
નવરાત્રિને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વમાં ઓસ્ટ્રેલિયા એક એવો દેશ છે જ્યાં સૌથી પહેલા ગરબાનો થનગનાટ શરૂ થાય છે અને દર વર્ષની માફક આ વખતે પણ ગુજરાતના ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવીથી તેની શરૂઆત થઇ ગઇ છે. જોકે તેના પ્રારંભે કીર્તિદાન ગઢવી દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. મેલબોર્નમાં આયોજન ડાયરા દરમિયાન તેમણે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં આયોજકો ગુજરાતની સંસ્કૃતિને જાળવી રાખે છે પરંતુ તેમના વચ્ચે કોઇ હરીફાઇ ન થવી જોઇએ.
કીર્તિદાન ગઢવીએ જણાવ્યું હતું કે આયોજકોનો હેતુ જ્યારે આપણી સંસ્કૃતિને જાળવી રાખવાનો છે ત્યારે વચ્ચે હરીફાઇ કેમ આવી જાય છે. પંજાબી કલાકારો આવે છે ત્યારે તેમનો સમાજ એક થઇને તેમાં ભાગ લેતો હોય છે ત્યારે આવું ગુજરાતવાસીઓ પણ કંઇક શીખે તેમ તેમણે ટકોર કરી હતી.
મેલબોર્નમાં દર વર્ષની જેમ આ વખતે પણ કીર્તિદાન ગઢવીના ગરબાનું આયોજન મેલબોર્ન સિડની અને બ્રિસબેન જેવા મોટા શહેરોમાં કરવામાં આવ્યું છે. જોકે આ વખતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌપ્રથમવાર ગુજરાતના લોકકલાકાર માયાભાઇ આહિર અને કીર્તિદાન ગઢવીની જુગલબંદી જોવા મળી હતી.