આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે.

ચોથા તબક્કાનું મતદાન આજે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયુ છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

લોકસભા ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશ વિધાનસભાની તમામ 175 બેઠકો અને ઓડિશા વિધાનસભાની 28 બેઠકો પર પણ મતદાન ચાલુ છે.
1.92 લાખ મતદાન મથકો પર 19 લાખથી વધુ ચૂંટણી અધિકારીઓ ફરજ બજાવી રહયા છે.

ચોથા તબક્કામાં તેલંગાણામાં 17, આંધ્રપ્રદેશમાં 25, ઉત્તર પ્રદેશમાં 13, બિહારમાં 5, ઝારખંડમાં 4, મધ્ય પ્રદેશમાં 8, મહારાષ્ટ્રમાં 11, ઓડિશામાં 4, પશ્ચિમ બંગાળમાં 8 અને લોકસભાની 8 બેઠકો ઉપર મતદાન ચાલુ છે.

દરમિયાન,ચોથા તબક્કાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, ટીએમસી નેતા મોહઆ મોઇત્રા, AIMIMના અસદુદ્દીન ઓવૈસી, નિત્યાનંદ રાય, અર્જુન મુંડા, લાલન સિંહ, અધીર રંજન ચૌધરી, રાવસાહેબ દાનવે,શત્રુઘ્ન સિંહા, ભૂતપૂર્વ ક્રિકેટરો યુસુફ પઠાણ અને વાયએસ શર્મિલા સહિત ઘણા નેતાઓની શાખ દાવ પર લાગી છે
આજે સાંજે કુલ 1,717 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ જશે.

ચોથા તબક્કામાં વિવિધ રાજકીય પક્ષોના કુલ 1717 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં આંધ્ર પ્રદેશમાં 454, બિહારમાં 55, જમ્મુ-કાશ્મીરમાં 24, ઝારખંડમાં 45, મધ્ય પ્રદેશમાં 74, મહારાષ્ટ્રમાં 298, ઓડિશામાં 37, તેલંગાણામાં 525, ઉત્તર પ્રદેશમાં 130 અને પશ્ચિમ બંગાળમાં 75 ઉમેદવારોનો સમાવેશ થાય છે.
જમ્મુ અને કાશ્મીરમાં પણ ચૂંટણી થઈ રહી છે.
ઓગસ્ટ 2019માં કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં આ પ્રથમ મોટી ચૂંટણી છે.

લોકસભાની ચોથા તબક્કાની ચૂંટણીમાં નીચે મુજબના મુખ્ય ઉમેદવારો,જાણો કોણ કઈ બેઠક ઉપરથી લડી રહયા છે.

◆અખિલેશ યાદવ – કન્નૌજ (ઉત્તર પ્રદેશ)

◆મહુઆ મોઇત્રા – કૃષ્ણનગર (ઉત્તર પ્રદેશ)

◆અધીર રંજન ચૌધરી – બહેરામપુર (પશ્ચિમ બંગાળ)

◆ગિરિરાજ સિંહ – બેગુસરાય (બિહાર)

◆વાયએસ શર્મિલા – કડપ્પા (આંધ્રપ્રદેશ)

◆અર્જુન મુંડા – ખુંટી (ઝારખંડ)

◆શત્રુઘ્ન સિંહા-આસનસોલ (પશ્ચિમ બંગાળ)

◆અસદુદ્દીન ઓવૈસી – હૈદરાબાદ (તેલંગાણા)

◆વાયએસ શર્મિલા-કડપ્પા (આંધ્રપ્રદેશ)

◆લલન સિંહ – મુંગેર (બિહાર)