સિંગાપોર અને હોંગકોંગે એમડીએચ અને એવરેસ્ટના તે ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં ‘ઇથિલિન ઓક્સાઈડ’ મર્યાદા કરતાં વધુ જોવા મળે છે.

જોકે અમેરિકન સ્પાઈસ ટ્રેડ એસોસિએશન (એએસટીએ) એ કહ્યું છે કે અમેરિકામાં મસાલામાં ઈથિલિન ઓક્સાઈડ (EtO)ના ઉપયોગની છૂટ છે,પણ સાથે સાથે ભારતીય મસાલાને પત્ર લખી એ પણ ચેતવણી આપી છે કે અમેરિકામાં નિયત માત્રામાં
ઈથિલિન ઓક્સાઈડ (EtO)ના ઉપયોગની છૂટ છે પણ જો ભારતીય મસાલામાં તેની માત્રા વધુ જણાશે તો અહીં પણ પ્રતિબંધ લાગી શકે છે.

સિંગાપોર અને હોંગકોંગે તેમની આયાત પર પ્રતિબંધ મૂક્યા બાદ આ દિવસોમાં ભારતીય મસાલા સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ બંને દેશોએ ભારતીય મસાલામાં જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનું કહીને તેમના પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે કેન્સરનું જોખમ વધી રહ્યું છે. પરંતુ અમેરિકાએ ભારતીય મસાલાઓને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભારતીય મસાલામાં કોઈપણ પ્રકારની ખામીઓ નથી. તેથી, તેના પર પ્રતિબંધ મૂકવાનો કોઈ અર્થ નથી.

વાસ્તવમાં, સિંગાપોર અને હોંગકોંગે MDH અને એવરેસ્ટના તે ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં ‘ઇથિલિન ઓક્સાઈડ’ની માત્રા મર્યાદા કરતા વધુ છે.
પરંતુ હવે અમેરિકન સ્પાઈસ ટ્રેડ એસોસિએશન (એએસટીએ) એ કહ્યું છે કે અમેરિકામાં મસાલામાં ઈથિલિન ઓક્સાઈડ (EtO)ના ઉપયોગની છૂટ છે.

ભારતીય મસાલા બોર્ડને પત્ર લખ્યો

પત્રમાં લખવામાં આવ્યું છે કે હાલમાં અમેરિકામાં મસાલામાં ઇથિલિન ઓક્સાઈડના ઉપયોગને નિશ્ચિત માત્રામાં મંજૂરી છે.
જો કે, નિષ્ણાતો એમ પણ કહી રહ્યા છે કે જો ETOનું પ્રમાણ વધુ હોવાનું જણાયું તો અમેરિકન ફૂડ સેફ્ટી નિયમો મુજબ અહીં પણ આ ભારતીય મસાલા પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.
થોડા દિવસો પહેલા, સિંગાપોર અને હોંગકોંગની ફૂડ સેફ્ટી મોનિટરિંગ બોડીએ ભારતીય બ્રાન્ડ એમડીએચ અને એવરેસ્ટના ચાર મસાલા ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે તેમાં કેન્સર પેદા કરતા રસાયણો મળી આવ્યા હતા.

મસાલા ઉદ્યોગને અસર થઈ શકે છે

વાસ્તવમાં, ભારત મસાલાનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર છે. ભારતીય મસાલા બોર્ડ અનુસાર, વર્ષ 2022-23માં ભારતે $4 બિલિયનના મસાલા ઉત્પાદનોની નિકાસ કરી હતી. એવરેસ્ટુ અને MDH બંને ઉદ્યોગમાં મોટી બ્રાન્ડ છે. આ વિવાદની ભારતીય મસાલા ઉદ્યોગ પર વ્યાપક અસર પડી છે. જો અન્ય દેશો પણ સિંગાપોર અને હોંગકોંગના ધોરણોનું પાલન કરે તો તેની નકારાત્મક અસર પડી શકે છે.