જમ્મુ કાશ્મીરના પુંછમાં 4 મે, 2024 ના રોજ એરફોર્સના કાફલા પર થયેલા હુમલા પ્રકરણમાં શંકાસ્પદ આતંકવાદીઓના CCTV ફૂટેજ બુધવારે સામે આવ્યા હતા જેમાં ત્રણ ઇસમોની ઓળખ થઈ છે જેથી સાબિત થયું કે આ હુમલો પાકિસ્તાન પ્રેરિત હતો હુમલાને અંજામ આપનાર ત્રણ આતંકવાદીઓની તસવીર જાહેર કરવામાં આવી છે,આ ત્રણ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હોવાનું સામે આવ્યું છે આ આતંકવાદીઓની ઓળખ પાકિસ્તાનના અબુ હમઝા, હદૂન અને ઇલ્યાસ ફૌજી તરીકે થઈ છે.
તેઓ લશ્કર-એ-તૈયબા (LET) જૂથ સાથે સંકળાયેલા છે અને રાજૌરી પુંછ વિસ્તારમાં સક્રિય છે, એક આતંકી પાકિસ્તાની સેનાનો પૂર્વ કમાન્ડો છે. જ્યારે અબુ હમઝા એલઈટીનો કમાન્ડર છે.
આતંકીઓ એ એસોલ્ટ રાઈફલ્સનો ઉપયોગ કર્યો હતો, જેમાં અમેરિકાની બનાવેલી M4 અને રશિયન બનાવટની AK-47 સામેલ હતી.
આ વિસ્તારમાં આ વર્ષનો આ પ્રથમ મોટો હુમલો હતો જેમાં એરફોર્સના જવાન કોર્પોરલ વિકી પહાડે શહીદ થયા હતા અને ચાર જવાન ઘાયલ થયા હતા.
જમ્મુ-કાશ્મીર પોલીસે હુમલાને અંજામ આપનારા બે શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. અબુ હમઝા મધ્યમ ઉંચાઈનો છે. તેનો રંગ ગોરો છે. તેની ઉંમર 30 થી 32 વર્ષની વચ્ચે છે. તેણે વાળ કાપ્યા છે. હમઝા છેલ્લે નારંગી અને ભૂરા રંગનો પઠાણી સૂટ પહેરીને જોવા મળ્યો હતો
પોલીસે આરોપીઓની માહિતી આપનાર માટે 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે