દેશમાં લોકસભાની બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલના રોજ પૂરુ થતા જ ભાજપ અને કોંગ્રેસના મોટા ગજાના નેતાઓના ગુજરાતમાં સ્ટાર પ્રચાર કરશે.
ગુજરાત રાજ્યમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે એ સ્ટાર પ્રચારકો સભાઓ ગજવશે.
PM મોદી,અમિત શાહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સચિન પાયલોટ સહિતના મોટા નેતાઓ ગુજરાતમાં પ્રચાર અર્થે આવી રહયા છે.
જે રીતે કહેવામાં આવી રહ્યું છે તે મુજબ તા. 27 એપ્રિલે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં બે સભાઓ કરવાના છે.
ધરમપુર અને એક સભા મધ્ય કે ઉત્તર ગુજરાતમાં સભા કરી શકે છે.
જ્યારે રાહુલ ગાંધી અને સચિન પાયલોટની સભા અંગે આજે નિર્ણય લેવામાં આવનાર છે.
વિગતો મુજબ કોંગ્રેસની આજે મળનારી બેઠકમાં કોંગ્રેસના કયા નેતા કયા સભા કરશે એ અંગે નિર્ણય લેવાશે.
જ્યારે બીજી તરફ ગુજરાતમાં PM નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિત શાહ પણ જનસભાઓ સંબંધિત કરશે.
PM મોદી, ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતમાં ચૂંટણી પ્રચારની તારીખો પણ જાહેર ચુકી છે.
PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ 27 એપ્રિલથી 3 મે સુધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 મે ગુજરાત આવશે અને ગુજરાતના સ્થાપના દિવસે જનસભા સંબોધશે.
તેઓ જૂનાગઢમાં સભા અને વડોદરામાં રોડ-શો કરી PM મોદી બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ ચૂંટણી પ્રચાર કરશે.
ગૃહ મંત્રી અમિત શાહ તા.27થી 29 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સભાને સંબોધિત કરવાના છે.
આમ,આગામી દિવસોમાં મોટા નેતાઓ ગુજરાતમાં જોવા મળશે.
જોકે,હાલ ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન ચાલતું હોય ભાજપનો ઠેરઠેર વિરોધ જોવા મળી રહ્યો છે અને તેઓની માંગ પુરુસોત્તમ રૂપાલાને હઠાવવાની હતી પણ ભાજપે રૂપાલાને યથાવત રાખતા ભાજપ અને ક્ષત્રિયો વચ્ચે ‘ઈગો’નો સવાલ ઉભો થતા બન્ને બાજુ કોઈ ઝુકવા તૈયાર નહિ હોય ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે અને એક મોટું હિન્દૂ ગ્રુપ ભાજપના હાથમાંથી સરકી રહ્યાનો માહોલ જોવા મળી રહ્યો છે.